હોકી અમરેલી દ્વારા વિદ્યાસભાના ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોટ્ર્સ ડેની ઉજવણી થઇ હતી. હોકી અમરેલીના માધ્યમથી ગુજરાતની ટીમમાંથી પસંદગી પામીને છત્તીસગઢ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ ખાતે નેશનલ લેવલે ૧૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં આદ્રોજા પૂર્વા ૩ નેશનલ, મકવાણા સોનલ ૨ નેશનલ, ભેડા જાન્વીએ ૨ નેશનલ તથા બાકીના એક એક નેશનલ રમ્યા હતા. આવા ખેલાડીઓનું સન્માન જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, આચાર્ય સંઘના પ્રમુખ અને વેઈટ લીફટીંગ એસો. ના પ્રમુખ મુકુન્દભાઈ મહેતા, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી પૂનમબેન, દિપકભાઈ વઘાસિયા, ચતુરભાઈ ખુંટ, વિદ્યાસભા કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણી, હોકી અમરેલીના પ્રમુખ જીતુભાઈ ડેર, ડાયટ અમરેલીના ભરતભાઈ ડેરે ફુલહાર તથા મોમેન્ટો આપી સન્માનિત કરેલ. સૌ પ્રથમ હોકી અમરેલીના સેક્રેટરી અને હોકી ગુજરાતના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ આઈ.પી. બારડે વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો પરિચય આપેલ હતો.








































