યુક્રેન યુદ્ધમાં બળજબરીથી ભરતી કરાયેલા ભારતીયોના પરિવારોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય (એમઇએ)ને નોટિસ જારી કરી છે. સીજેઆઇ સૂર્યકાંતે તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો અને કહ્યું કે તેરાષ્ટીય મહત્વનો વિષય છે. આ કેસ એવા ભારતીયોનો છે જેમને રોજગાર, પર્યટન અથવા શિક્ષણના બહાને એજન્ટો દ્વારા રશિયા મોકલવામાં આવ્યા હતા અને બાદમાં કથિત રીતે યુદ્ધમાં બળજબરીથી ભરતી કરવામાં આવ્યા હતા. તેમના પરિવારોને ડર છે કે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.
બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરાયેલી આ અરજી, વિદેશમાં ફસાયેલા, અટકાયતમાં લેવામાં આવેલા અથવા કથિત રીતે બળજબરીથી ભરતી કરાયેલા ભારતીય નાગરિકોના જીવન, સ્વતંત્રતા, ગૌરવ અને આજીવિકાના રક્ષણ અંગે ગંભીર બંધારણીય પ્રશ્નો ઉભા કરે છે. અરજદારો ૨૬ ભારતીય નાગરિકોના પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ છે જેમણે વિદ્યાર્થી વિઝા, પ્રવાસી વિઝા અથવા અન્ય માન્ય દસ્તાવેજાના આધારે રોજગાર અથવા શિક્ષણ હેતુ માટે વિદેશ પ્રવાસ કર્યો હતો. રશિયા પહોંચ્યા પછી, ઘણા અસરગ્રસ્ત વ્યક્તિઓના સંજાગો તેમના નિયંત્રણની બહાર નીકળી ગયા.
બળજબરીથી જપ્ત કરવામાં આવ્યા, તેમના પાસપોર્ટ અને ઓળખ દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા, તેમની હિલચાલ પ્રતિબંધિત કરવામાં આવી, અને તેમને ધમકીઓ અને દબાણનો સામનો કરવો પડ્યો. ઘણા કિસ્સાઓમાં, તેમને એવી ભાષાઓમાં દસ્તાવેજા પર સહી કરવાની ફરજ પાડવામાં આવી જે તેઓ સમજી શકતા ન હતા, અને ત્યારબાદ તેમને રશિયન સશ† દળો સાથે સંકળાયેલી લશ્કરી રચનાઓમાં કથિત રીતે ભરતી કરવામાં આવ્યા.
પરિવારોનો છેલ્લે સપ્ટેમ્બર અને ઓક્ટોબર ૨૦૨૫ ની વચ્ચે સંપર્ક થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ કુપ્યાન્સ્ક, સેલિડોવ, માકીવકા, ચેલ્યાબિન્સ્ક અને રશિયા-યુક્રેન સંઘર્ષ ક્ષેત્ર સાથે જાડાયેલા અન્ય વિસ્તારોમાં તૈનાત હતા. ત્યારબાદ, તેમના પરિવારોએ વિદેશ મંત્રાલય, રશિયામાં ભારતીય દૂતાવાસ, ગૃહ મંત્રાલય, રાજ્ય સરકારો અને સ્થાનિક અધિકારીઓ સહિત વિવિધ અધિકારીઓને વારંવાર અપીલ કરી, પરંતુ કોઈ નક્કર માહિતી મળી નહીં. આજ સુધી, પરિવારોને તેમના સંબંધીઓની સલામતી, આરોગ્ય સ્થિતિ, અટકાયત અથવા સ્થાન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
વકીલો ઋત્વક ભનોટ, અધ્યયન ગુપ્તા અને આયુષ શંકર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિદ્યાર્થી અથવા પ્રવાસી વિઝા પર રશિયા ગયેલા ભારતીય નાગરિકોને બળજબરીથી યુદ્ધમાં ખેંચવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે પરિવારોની રજૂઆતો પર કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી.








































