થોડા દિવસ પહેલા ભાજપ નેતા પત્ની અપર્ણા યાદવથી છૂટાછેડાની જાહેરાત કરનારા પ્રતીક યાદવની એક નવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સામે આવી છે. સપાના વડા અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવ અને તેમની પત્ની અપર્ણા યાદવ વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે ઉકેલ આવી ગયો છે. પ્રતીકે હવે એક નવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે લખ્યું છે, “બધું સારું છે, હવે બધું બરાબર છે.” તેની પત્ની અપર્ણા સાથેનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું છે, “અમે ચેમ્પિયનનો પરિવાર છીએ.” આનો અર્થ એ છે કે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તેની અને અપર્ણા વચ્ચે બધું બરાબર છે અને તે છૂટાછેડા લઈ રહ્યો નથી.
પ્રતિકે પોસ્ટ કરેલા ફોટામાં, પતિ-પત્ની પ્રેમમાં ડૂબેલા દેખાય છે. જા કે, આ ફોટો ઘણો જૂનો છે. તેણે તેમાં “અનિત્લ આઈ ફાઉન્ડ યુ” ગીત ઉમેર્યું. આ ફોટામાં, અપર્ણા અને પ્રતીક હાથમાં હાથ જાડીને હસતા જાવા મળે છે. પોતાની પત્ની અપર્ણા સાથેનો ફોટો પોસ્ટ કરતા પ્રતીકે લખ્યું, “બધું સારું છે. ચેમ્પિયન એ છે જે પોતાના અંગત અને વ્યાવસાયિક પડકારોને હિંમતથી પાર કરે છે અને આગળ વધે છે. આપણે ચેમ્પિયન નો પરિવાર છીએ.” આનો અર્થ એ થયો કે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તેની અને અપર્ણા વચ્ચે બધું બરાબર છે અને તે છૂટાછેડા લઈ રહ્યો નથી. તેણે આ પોસ્ટમાં અપર્ણા યાદવને પણ ટેગ કર્યા છે.
નોંધનીય છે કે ૧૯ જાન્યુઆરીની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, પ્રતીક યાદવે અપર્ણાને કૌટુંબિક વિનાશક અને સ્વાર્થી ગણાવી હતી. તેણે લખ્યું, “હું આ સ્વાર્થી સ્ત્રી ને શક્ય તેટલી વહેલી તકે છૂટાછેડા આપીશ. તેણે મારા કૌટુંબિક સંબંધોને બરબાદ કરી દીધા છે.” આ પછી, પ્રતીકે છૂટાછેડાના મુદ્દા પર યુ-ટર્ન લીધો છે. જાકે, તેણે છૂટાછેડા વિશેની તેની પાછલી પોસ્ટ ડિલીટ કરી નથી.
અપર્ણા યાદવ હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ છે. ૨૦૧૭ માં, અપર્ણા યાદવે સપાની ટિકિટ પર લખનૌ કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર રીટા બહુગુણા જાશી સામે હારી ગઈ હતી. માર્ચ ૨૦૨૨ માં, તેઓ ભાજપમાં જાડાયા અને પાર્ટી માટે પ્રચાર કર્યો. સપ્ટેમ્બર ૨૦૨૪ માં અપર્ણાને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.













































