હરિદ્વાર સ્થિત પતંજલિ યુનિવર્સિટી અને કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિદ્વત્ પરિષદ (BVP)ની ૫૨મી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીય્ફઁ ગુરુકુલના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા ભારતવર્ષના અનેક મહાન ધર્માચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવશાળી ઇતિહાસ, સિધ્ધાંતો અને શાસ્ત્રીય પરંપરાને ઉજાગર કરતું વિશેષ સત્ર યોજાયું હતું. યોગઋષિ બાબા રામદેવજી મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સંમેલને ભારતીય પ્રાચીન જ્ઞાનપરંપરા, સનાતન ધર્મ અને શાસ્ત્રવિદ્યાના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.