સાવરકુંડલા પંથકમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી મોટી રકમ ઉપાડી લઈને સગેવગે કરવા બદલ કેટલાક આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ એકબીજાને મદદ કરીને આર્થિક ફાયદો મેળવ્યો હતો.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ ઇરફાનભાઇ હુસેનભાઇ પઠાણ (રહે.સાવરકુંડલા નુરાનીનગર) તથા મુબીનભાઇ જીભાઇ ભટ્ટી (રહે. સાવરકુંડલા, મણીનગર)એ મળીને મ્યુલ ખાતા નંબરમાં થયેલા શંકાસ્પદ વ્યવહારોનો લાભ લીધો હતો. આ ખાતામાં NEFT અને RTGS મારફતે કુલ રૂ. ૧૨,૩૦,૦૦૦ જમા થયા હતા. આ રકમ સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવી હોવાનું જાણવા છતાં, આરોપીઓએ આ રકમ ઉપાડી લીધી હતી અને તેને સગેવગે કરી એકબીજાને મદદગીરી કરીને ગુનો આચર્યો હતો.પોલીસે આ સમગ્ર સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગના પ્રકરણમાં ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા અને પૈસાની રિકવરી માટે વધુ તપાસ હાથ ધરી હતી.







































