ધારી શહેરની લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને કાયમી ઉકેલ લાવવા માટે ધારી પોલીસ અને સ્થાનિક અગ્રણીઓ વચ્ચે એક મહવપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારીના ડિવિઝનલ પોલીસ અધિક્ષક ગઢવીની સૂચના મુજબ આ બેઠક યોજાઈ હતી. જેમાં ધારીના ઁજીં ડામોર સાહેબ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી અને ધારી તાલુકા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, ધારી વેપારી એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, ખાનભાઈ, હીનાબેન રાવળ, અને ધર્મેન્દ્રભાઈ લહેરૂ ઉપસ્થિત રહ્યા હતા.








































