સાવરકુંડલા શહેરમાં પ્લાસ્ટિક મુકત ભારત અભિયાનને ભારે સમર્થન મળી રહ્યું છે. જેની શરૂઆત સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કરી દેવામાં આવી છે.
જે અનુસાર સમિતિ દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે સૂચના જારી કરી દેવામાં આવી છે. જેમાં માર્કેટયાર્ડના ચોગાનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે,
કચરો એપીએમસીના કચરો લેવા આવતા ટ્રેક્ટરમાં જ નાખવાનો રહેશે. જે કોઈ ઈસમો જાહેરમાં
ગંદકી કરતા નજરે પડશે
તેમની સામે નિયમાનુસાર કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.