શુભમન ગિલના બેટે ગુવાહાટીમાં એટલી ગતિ પકડી કે તેણે એક પછી એક રેકોર્ડ તોડી નાખ્યા. વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વનડેમાં, ભારતીય કેપ્ટને ૧૧૭ બોલમાં બેવડી સદી ફટકારી,વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ તોડ્યો. આ સાથે, તે વનડેમાં બે બેવડી સદી ફટકારનાર વિશ્વનો બીજા બેટ્સમેન બન્યો. ૨૭ વર્ષીય ગિલે અગાઉ જાન્યુઆરી ૨૦૨૩માં હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની વનડે કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી હતી. હવે, ગુવાહાટીમાં વેસ્ટ ઈÂન્ડઝ સામે, તેણે ફરી એકવાર ૨૦૦ રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો.
ગિલ હવે વનડે ક્રિકેટમાં અનેક બેવડી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા પછી બીજા ક્રમે છે. રોહિતે આ ફોર્મેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે અને ૨૦૧૪ અને ૨૦૧૭માં શ્રીલંકા સામે બેવડી સદી ફટકારી હતી. ૨૦૨ રનનો આંકડો હાંસલ કરીને, ગિલે વનડેમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ વ્યÂક્તગત સ્કોર પણ હાંસલ કર્યો. ગિલે મેક્સવેલનો ૨૦૧ રનનો રેકોર્ડ તોડ્યો.
વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી
શુભમન ગિલ – ૧૧૭ બોલ
ઈશાન કિશન – ૧૨૬ બોલ
ગ્લેન મેક્સવેલ – ૧૨૮ બોલ
પથુમ નિસાન્કા – ૧૩૬ બોલ
ક્રિસ ગેલ – ૧૩૮ બોલ
૬૨ બોલમાં સદી
૪૦૬ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, ગિલે શરૂઆતથી જ આક્રમક વલણ દર્શાવ્યું. તેણે માત્ર ૬૨ બોલમાં પોતાની સદી પૂરી કરી. પછી તેની ગતિ વધીને માત્ર ૮૯ બોલમાં ૧૫૦ રન સુધી પહોંચી. આ સાથે ગિલે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો. ઈશાને ૨૦૨૨ માં બાંગ્લાદેશ સામે ૧૦૩ બોલમાં ૧૫૦ રન બનાવ્યા હતા. ગિલે વેસ્ટ ઈÂન્ડઝ સામે ૮૯ બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગિલે રોહિત શર્મા સાથે મળીને ૨૫૫ રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. વનડે ઇતિહાસમાં ભારતીય ઓપનિંગ જાડી દ્વારા આ બીજી સૌથી મોટી ભાગીદારી હતી. રોહિત ૭૫ બોલમાં ૧૦૧ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તેના જવાથી ગિલની બેટિંગ પર કોઈ અસર પડી ન હતી.રોહિતના આઉટ થયા પછી, વિરાટ કોહલીએ ગિલને ટેકો આપ્યો. બંનેએ ૩૫ બોલમાં ૬૫ રન ઉમેર્યા. વિરાટે ૧૯ બોલમાં ૨૯ રન બનાવ્યા પરંતુ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો. શેરફેન રૂથરફોર્ડે શાનદાર કેચ કરીને ભાગીદારી તોડી. જાકે, બીજી તરફ, ગિલે વેસ્ટ ઇન્ડીઝના બોલરો પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું.














































