૨૦૨૬ ની શરૂઆત પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝે એક મોટો નિર્ણય લીધો છે. આ સિઝનમાં, ટીમના કેપ્ટન રિષભ પંત તેની બેટિંગ પોઝિશન બદલતા જાવા મળશે. પંત આઇપીએલ ૨૦૨૬ માં નંબર ૩ પર બેટિંગ કરતો જાવા મળશે. આ આઇપીએલ સિઝન રિષભ પંત માટે મહત્વપૂર્ણ રહેશે.આઇપીએલ ૨૦૨૫ પહેલા યોજાયેલી મેગા હરાજીમાં લખનૌએ ઋષભ પંતને ૨૭.૫ કરોડમાં ખરીદ્યો હતો. જાકે, ગયા સિઝનમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું.
ઋષભ માટે છેલ્લી આઇપીએલ સીઝન ભૂલી શકાય તેવી રહી હતી, પરંતુ જા તે આ સીઝનમાં સારું પ્રદર્શન કરે છે, તો તે ભવિષ્યમાં ભારતની ટી ૨૦ ટીમમાં પાછો ફરી શકે છે. પંત હાલમાં ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમનો મુખ્ય સભ્ય છે, અને તે વનડે અને ટી ૨૦ ટીમોમાંથી પણ બહાર છે. ભારતની ટી ૨૦ ટીમમાં ઘણા ઉત્તમ ખેલાડીઓ છે, તેથી ટી ૨૦ ટીમમાં વાપસી સુરક્ષિત કરવા માટે તેને આ આઇપીએલ સીઝનમાં અપવાદરૂપે સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.
સૂત્રોએ જણાવ્યું છે કે ટીમ મેનેજમેન્ટ અને પંત બંને સંમત છે કે ત્રીજા નંબર પર બેટિંગ કરવી તેના માટે યોગ્ય રહેશે. સારા પ્રદર્શન સાથે તે ભારતીય ટી ૨૦ ટીમમાં સ્થાન મેળવી શકે છે. આ વર્ષે, એલએસજીના ટોપ ઓર્ડરમાં એડન માર્કરામ, મિશેલ માર્શ અને પંતનો સમાવેશ થશે. પંતે ગયા વર્ષે ૧૩૩.૧૭ ના નિરાશાજનક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી, જેમાં અણનમ ૧૧૮ રનનો સમાવેશ થાય છે. આ સિઝનમાં, તે સુધારો કરવાનો પ્રયાસ કરશે.
પંતે ગયા સિઝનમાં મોટાભાગે નંબર ૪ પર બેટિંગ કરી હતી, પરંતુ પછી છેલ્લી કેટલીક મેચોમાં તે ત્રીજા નંબર પર આવ્યો હતો. જાકે, તે સમય સુધીમાં, લખનૌની ટીમ પ્લેઓફની દાવેદારીમાંથી બહાર થઈ ગઈ હતી. પંત ત્રીજા નંબર પર બેટિંગ કરશે તો તેનો અર્થ એ થશે કે નિકોલસ પૂરને બેટિંગ ઓર્ડર નીચે ઉતારવો પડશે.એલએસજી હાલમાં લખનૌમાં તેના હોમ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહ્યું છે. તેનો પહેલો મેચ ૧ એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે થશે.













































