છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફોર્મેટમાંથી વહેલા નિવૃત્તિ લેતા જાવા મળ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ વિદેશમાં ટી ૨૦ લીગમાં રમવાની તકોની સરળ ઉપલબ્ધતા છે. હવે,બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટરો માટે નિવૃત્તિ નીતિ બનાવવાનું લગભગ નક્કી કર્યું છે, જેથી ખેલાડીઓ આ નીતિને ધ્યાનમાં રાખીને તેમના નિવૃત્તિના નિર્ણયો લઈ શકે.
બીસીસીઆઇ નીતિ હેઠળ, ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફોર્મેટ તેમજ આઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર ન કરે ત્યાં સુધી તેમને વિદેશી લીગમાં ભાગ લેવાની મંજૂરી નથી. જાકે, ઘણા ખેલાડીઓ એવા છે જે લાંબા સમયથી ટીમ ઈન્ડીયાથી ગેરહાજર હોવા છતાં, આઇપીએલમાં પણ રમ્યા નથી. આવું જ એક નામ વિજય શંકરનું છે, જેમણે તાજેતરમાં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને લંકા પ્રીમિયર લીગની આગામી સીઝનમાં કેન્ડી રોયલ્સ માટે રમવાનું નક્કી કર્યું. વિકેટકીપર-બેટ્‌સમેન કેએસ ભરત, જેમણે ફક્ત ૩૨ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, તેઓ પણ આ યાદીમાં ઉમેરી શકાય છે. અગાઉ, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ અને દિનેશ કાર્તિક પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આવું કરી ચૂક્યાં છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, એપેક્સ કાઉન્સીલની બેઠકમાં નિવૃત્તિ નીતિ પર ચર્ચા થવાની અપેક્ષા છે, જે હાલમાં સક્રિય ભારતીય ક્રિકેટરો, પછી ભલે તે આંતરરાષ્ટ્રીય, સ્થાનિક અથવા આઇપીએલ ખેલાડીઓ હોય, વિદેશી લીગમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરે છે.
બીસીસીઆઇએ ફિજી અને માલદીવને તેમના દેશોમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મદદ કરવાનો નિર્ણય લીધો છે. એપેક્સ કાઉન્સીલની બેઠકમાં, બીસીસીઆઇએ આ બંને દેશોમાં કોચ મોકલવાનો નિર્ણય લીધો, જેમાં શકય તેટલી બધી સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે. માલદીવ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ફીજીએ બીસીસીઆઇની મદદની વિનંતી કરી હતી. અગાઉ, ભારતીય બોર્ડે અફઘાનિસ્તાન અને નેપાળમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં તેમને મદદ કરી હતી. ૨૦૧૯ માં, બીસીસીઆઇએ ભૂતપૂર્વ ફિલ્ડીંગ કોચ અભય શર્મા અને ભૂતપૂર્વ ખેલાડી સબા કરીમને માલદીવના પ્રવાસ પર મોકલ્યા હતા.