અમરેલી જિલ્લામાં યુવતીઓના લાપતા બનવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં બાબરાના કલોરાણા ગામેથી એક યુવતી લાપતા બની હતી. આ અંગે છનાભાઇ હકુભાઇ રાજપરા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દિકરી શ્રધ્ધાબેન (ઉ.વ.૧૯) તેમના રહેણાંક મકાનેથી કોઇને કાંઇ કહ્યા વગર કયાંક જતા રહી હતી. શોધખોળ કરવા છતાં પણ કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભાવિકભાઈ લાલજીભાઇ ખેર વધુ તપાસ કરી રહ્યા છે.









































