અત્યાર સુધીમાં રાજ્યમાંથી લગભગ ૫,૦૦૦ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની ઝુંબેશ બંગાળ સહિત દેશભરમાં બંધ નહીં થાય. અમિત શાહે કહ્યું છે કે સરકાર બંગાળ સરહદ પરથી ઘૂસણખોરી થવા દેશે નહીં. ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા પછી પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી લગભગ ૫,૦૦૦ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
આ કોંગ્રેસ પાર્ટી, જેના ખોળામાં ઉદ્ધવ બેસે છે, તે ઘૂસણખોરોનો ઉપયોગ વોટ બેંક તરીકે કરીને ટકી રહેવા માંગે છે. હું તેમને કહું છું, ધ્યાનથી સાંભળો, આ દેશ ધર્મશાળા નથી; ફક્ત આ દેશમાં જન્મેલા લોકો જ અહીં રહેશે.
ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના કોલ્હાપુરથી બંગાળના લોકોને એક મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને ભાજપ બંગાળના લોકોનું ઋણ ચૂકવશે. તેમણે કહ્યું હતું કે દરેક ઘૂસણખોરને હાંકી કાઢવામાં આવશે. શાહે કહ્યું હતું કે ભારત ધર્મશાળા નથી. ફક્ત અહીં જન્મેલા લોકો જ દેશમાં રહેશે. બધા ઘૂસણખોરોને હાંકી કાઢવામાં આવશે. અમિત શાહે કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષોમાં, પીએમ મોદીના નેતૃત્વમાં, ભાજપ અને દ્ગડ્ઢછ એ સોમનાથથી ગંગાસાગર અને સમગ્ર દેશમાં પોતાનું શાસન ફેલાવ્યું છે. બંગાળના લોકોએ પણ છેલ્લી ચૂંટણીમાં ભાજપને આશીર્વાદ આપ્યા હતા. હું તમને ખાતરી આપું છું કે બંગાળની સરહદો પરથી ઘૂસણખોરી બંધ થશે જ નહીં, પરંતુ અમે દેશભરમાંથી દરેક ઘૂસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું.
બીએસએફ દ્વારા દેશનિકાલના સંચાલનથી બાંગ્લાદેશ હચમચી ગયું હતું. બોર્ડર ગાર્ડ ઓફ બાંગ્લાદેશએ અનેક સ્થળોએ દબાણ કરવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે ઘણા પરિવારો નો મેન્સ લેન્ડમાં ફસાયા. આવા એક પરિવારને બચાવ્યો અને માનવતાવાદી ધોરણે તેમને ખોરાક પૂરો પાડ્યો. બાદમાં, સામે ઝૂકવું પડ્યું અને બાંગ્લાદેશી પરિવારને પાછો લઈ જવો પડ્યો.
બંગાળમાં સુવેન્દુ અધિકારી સરકારે નીતિ (ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ) અપનાવી છે. આ હેઠળ, ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઓળખીને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને બીએસએફની સંયુક્ત કાર્યવાહીથી બાંગ્લાદેશ ગુસ્સે ભરાયું હતું. બીએસએફ અને બીજીબી વચ્ચેની તંગદિલીભરી ઘટના બાદ, નવી દિલ્હીમાં ડીજી સ્તરે ત્રણ દિવસની બેઠક યોજાઈ હતી. એટલું જ નહીં, બંગાળ સરકારે બાંગ્લાદેશ સરહદ પર વાડ અને ચેક પોસ્ટ બનાવવા માટે બીએસએફને જમીન સોંપી દીધી છે. બીએસએફ સૌ પ્રથમ સંવેદનશીલ સ્થળોએ વાડ લગાવી રહ્યું છે.








































