બગસરા તાલુકામાં BLOદ્વારા એસઆઇઆરની કામગીરી કરવામાં આવી રહી છે. તેના ફોર્મ ઓનલાઈન ભરવા માટે મુશ્કેલી થઈ રહેલ હોવાથી મામલતદાર કચેરી આ કામ કરવા ઓપરેટરની નિમણૂક કરે તેવી રજૂઆત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે. જેમાં મોટાભાગના પ્રાથમિક શિક્ષકો તેમજ શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે જેને લીધે તાલુકાના શિક્ષણ પર પણ અસર થઈ રહી છે. વધુમાં નિમણૂક થયેલા BLOને ફોર્મનું વિતરણ કરી ફોર્મ ભરી પરત મેળવવાના અને પછી તેને ઓનલાઈન એપ્લિકેશનમાં અપલોડ કરવાના હોય છે, આ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે પરંતુ કચેરી દ્વારા વારંવાર ઝડપથી કરવા માટે દબાણ કરવામાં આવતું હોય બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ બાબતે બગસરા મામલતદારને મતદારોના ફોર્મને ઓનલાઈન કરવા માટે ઓપરેટરની નિમણૂક કરવા માંગ કરવામાં આવી છે