બગસરાના નાના મુંજીયાસરથી રફાળા સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ.૧.૩૦ કરોડના ખર્ચે તૈયાર થનારા આ રોડના કારણે ગ્રામજનોને વાહનવ્યવહારમાં સારી સુવિધા મળી રહેશે. રોડ મંજૂર કરાવી કામગીરી શરૂ કરાવવા બદલ ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાનો ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન પ્રતિનિધિ પ્રદીપભાઈ ભાખર, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભેસાણિયા, મહામંત્રી અશ્વિનભાઈ જાટંગીયા, નાના મુંજીયાસરના સરપંચ પરશોતમભાઈ વઘાસીયા, મનસુખભાઈ ક્યાડા, મોટા મુંજીયાસરના સરપંચ જયસુખભાઈ ખેતાણી સહિત ગામના વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































