અમરેલીમાંથી એક સગીરાનું બદકામના ઈરાદાથી અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સગીરાની માતાએ વિજય ઉર્ફે કાળિયો મંગળદાસ વસાવા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































