પાટણ જિલ્લાના સમી નજીક હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી આઇ ૨૦ કારે બાઈકસવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકસવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, સમી નજીક હાઈવે પરથી બાઈકસવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવેલી આઇ ૨૦ કારે તેને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતની સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસમાત બાદ આઇ ૨૦ કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જાકે, કાર ઘટનાસ્થળે જ મૂકીને આરોપી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કાર કબજે કરી અકસ્માત સર્જનાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.આ બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.








































