અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત જીએમડીસીઝ્ર ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભવ્ય વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા અને ગરબાની મજા માણવા માટે પહોંચે છે. અત્યાર સુધી અહીં પ્રવેશ માટે કોઈ ફી લેવામાં આવતી નહોતી. જાકે, આ વર્ષે તંત્ર દ્વારા પ્રવેશ માટે અલગ-અલગ ઝોન પ્રમાણે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જેના કારણે નવરાત્રી પહેલા જ ગરબા રસિકોમાં આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.નવી ટિકિટિંગ વ્યવસ્થા પ્રમાણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સામાન્ય ગરબા રસિકો માટે ‘સેલિબ્રેશન ઝોન’ બનાવવામાં આવ્યો છે. આ ઝોનમાં પ્રવેશ માટે ટિકિટનો દર ૧૦૦થી શરૂ થશે. એટલે કે અત્યાર સુધી મફતમાં વાઇબ્રન્ટ નવરાત્રીનો આનંદ માણતા લોકોને હવે સામાન્ય પ્રવેશ માટે પણ ટિકિટ લેવી પડશે. બીજી તરફ ખાસ સુવિધાઓ ધરાવતા ‘પ્રીમિયમ ઝોન’ માટે ટિકિટના અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. પ્રીમિયમ ઝોનમાં પ્રવેશ માટે ગરબા શોખીનોએ ૨૦૦થી લઈને ૧,૨૦૦ સુધીની ટિકિટ ખરીદવી પડશે.
આ નિર્ણય સાથે વાઇબ્રન્ટ નવરાત્રી માટેનું ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય પ્રવાસન વિભાગ અને આયોજકો દ્વારા ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે હવે જીએમડીસી ગ્રાઉન્ડ પર ગરબા રમવા કે કાર્યક્રમમાં હાજરી આપવા ઇચ્છતા લોકોને અગાઉથી ટિકિટ બુક કરાવવી પડશે. ખાસ કરીને પ્રીમિયમ ઝોનમાં જવા ઇચ્છતા લોકોએ પોતાની પસંદગી પ્રમાણે ટિકિટ લેવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે ૧૨ ઓક્ટોબરથી જીએમડીસી ગ્રાઉન્ડ પર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવાનો છે. દર વર્ષની જેમ આ વખતે પણ અહીં નવરાત્રીનો ઝાકઝમાળ જાવા મળશે. જાકે, ફ્રી પ્રવેશની જગ્યાએ ટિકિટ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય સૌથી મોટો ફેરફાર છે. અતિશય ભીડને નિયંત્રિત કરવા, સમગ્ર આયોજનમાં વ્યવસ્થા જાળવવા અને ગરબા રસિકોને વધુ સારી તથા ઉત્કૃષ્ટ પાયાની સગવડો પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ ફી દાખલ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જાકે, આ નિર્ણયને લઈને ગરબા રસિકોમાં મિશ્ર પ્રતિસાદ જાવા મળી રહ્યો છે. એક તરફ સારી વ્યવસ્થા અને સુવિધાઓ માટે ફી લેવામાં આવે તે વાતને કેટલાક લોકો યોગ્ય માની રહ્યા છે, તો બીજી તરફ દર વર્ષે પરિવાર સાથે નિઃશુલ્ક નવરાત્રી માણતા હજારો લોકો માટે આ નવી ટિકિટ વ્યવસ્થા વધારાનો આર્થિક બોજ બની શકે છે. ખાસ કરીને પરિવારના અનેક સભ્યો સાથે ગરબા રમવા આવતા લોકો માટે કુલ ટિકિટ ખર્ચ વધી શકે છે. હવે જાવાનું એ રહેશે કે ટિકિટ સાથેની નવી વ્યવસ્થા ગરબા રસિકોને કેટલી પસંદ પડે છે અને આ વર્ષે જીએમડીસીની વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓનો કેવો પ્રતિસાદ જાવા મળે છે.