ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય મોઈન નાસીર ચૌહાણે પાડોશમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને દૂધ લેવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી. સગીરા દૂધ લઈને આવતા જ આરોપીએ બદકામ કરવાના ઈરાદે ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. સગીરા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં ડૂચો મારી દીધો હતો. આ દરમિયાન સગીરાના માતા-પિતા તેની શોધખોળ કરવા લાગતા, પકડાઈ જવાના ડરથી આરોપીએ સગીરાને પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી. પોલીસે ગંભીરતા સમજીને ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે હત્યાના પ્રયાસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.