ધારીના બોરડી ગામે જમીન વેચાણના રૂ. ૫.૦૫ લાખની ઉઘરાણી મુદ્દે બબાલ થઈ હતી. ફરિયાદીએ ફોન કાઢી વીડિયો ઉતારતા ઝપાઝપી કરવામાં આવી હતી. રમેશભાઈ જીવાભાઈ બોરીચા (ઉવ-૪૧)એ ભગાભાઈ જાગાભાઈ કાતરીયા તથા અશ્વિનગીરી સુંદરગીરી ગોસાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ખેતીની જમીનના વેચાણ માટે તેમણે ભગાભાઈ કાતરીયાને બાનાપેટે રૂ.૫.૧૫ લાખ આપ્યા હતા. નોટરી કરેલા બાનાખતમાં ખર્ચના રૂ.૧૦ હજાર બાદ બાકી રૂ.૫.૦૫ લાખની રકમ તા.૩૦ મે, ૨૦૨૫ સુધીમાં પરત આપવાની સમજૂતી થઈ હતી. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તેમણે વારંવાર નાણાંની માંગણી કરી હતી. દરમિયાન તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦ વાગ્યે ફોન કરીને પૈસાની માંગણી કરતાં ભગાભાઈ કાતરીયાએ વાડીએ હોવાનું જણાવતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે નાણાંની માંગણી કરતાં અશ્વિનગીરી ગોસાઈએ રૂ.૨ લાખ આપવાની વાત કરી હતી. આ દરમિયાન તેમણે મોબાઇલમાં વીડિયો ઉતારવાનું શરૂ કરતાં આરોપી ઉશ્કેરાયો હતો અને બે લાફા મારી ઝપાઝપી કરી હતી, જ્યારે અશ્વિનગીરી લાકડી લઈને મારવા દોડ્યો હતો. બંનેએ તેમને મનફાવે તેમ ગાળો આપી હતી.



































