સાત ફેરાના પવિત્ર બંધનનો આવો લોહિયાળ અંત આવશે, તેવું કદાચ કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. દાહોદના સિંગવડમાં આવેલું શાંત અને નાનકડું તારમી ગામ પણ આ ગામના નિશાળ ફળિયામાં જે બન્યું, તેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે…ઘરની ચાર દીવાલોની અંદર એક એવો ખૂની ખેલ ખેલાયો, જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે.તારમી ગામના નિશાળ ફળિયામાં રહેતા રવિન્દ્ર ભાવસિંગભાઈ માલીવાડ અને તેની ૩૦ વર્ષીય પત્ની શંકુલાબેન વચ્ચે કોઈ સામાન્ય વાતને લઈને બોલાચાલી થઈ હતી. વાતચીતમાંથી ઝઘડો વધ્યો અને પતિ રવિન્દ્ર પર જાણે ખૂન સવાર થઈ ગયું! આવેશમાં આવીને રવિન્દ્રએ ઘરમાં પડેલી લોખંડની તીક્ષ્ણ કુહાડી ઉઠાવી અને સીધો જ શંકુલાબેનના માથાના ભાગે ઝીંકી દીધો જીવલેણ ઘા!
લથબથ હાલતમાં શંકુલાબેનને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા. ડાક્ટરોએ તેમને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા, પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. સારવાર દરમિયાન શંકુલાબેને દમ તોડી દીધો અને સંસાર કાયમ માટે વિખેરાઈ ગયો.
એક તરફ હોસ્પિટલના બિછાને જિંદગીની જંગ હારી ગયેલી માસૂમ પત્નીનો મૃતદેહ પડ્યો હતો, તો બીજી તરફ આ પવિત્ર સંબંધને લોહીથી ખરડાવીને હત્યારો પતિ ભાગવાની ફિરાકમાં હતો પણ કાયદાના લાંબા હાથથી બચવું અશક્ય હતું…આ લોહિયાળ ઘટનાની જાણ સ્થાનિક આગેવાન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. રામસિંગભાઈએ કસૂરવાર રવિન્દ્ર સામે પોતાની બહેનની હત્યાની કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. બસ, ત્યાર બાદ પોલીસે ગુનો નોંધીને શરૂ કર્યું હત્યારા નાથવાનું ઓપરેશન!.પોલીસે ચક્રો ગતિમાન કરીને ગણતરીના કલાકોમાં જ પત્નીના હત્યારા રવિન્દ્ર ભાવસિંગભાઈ માલીવાડની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવી લીધા છે. પોલીસ હવે એ કડીઓ જાડી રહી છે કે આખરે એવો તે કેવો સામાન્ય ઝઘડો હતો, જેમાં એક પતિ આટલો હિંસક બની ગયો? ખાખી વર્દીની કડક પૂછપરછમાં હવે આ ગુના પાછળના એક-એક રહસ્ય બહાર આવશે…
પળવારનો ગુસ્સો અને આવેશ માણસને કેવો રાક્ષસ બનાવી દે છે, તેનો જીવતો-જાગતો પુરાવો આ ઘટના છે. એક તરફ પત્ની ચિતા પર પોઢી ગઈ અને બીજી તરફ પતિ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. સામાન્ય ઝઘડામાં ખેલાયેલા આ ખૂની ખેલે એક હસતા-રમતા પરિવારનો કાયમ માટે કરૂણ અંત લાવી દીધો છે.






































