ગુજરાત રાજ્યના ૧૭૦થી વધુ માર્કેટિંગ યાર્ડમાં ખરીફ અને રવી સિઝનમાં કેન્દ્ર સરકાર તથા નાફેડ દ્વારા મગફળી, કપાસ, ચણા, તુવેર, મગ, અડદ, દિવેલા, ડુંગળી અને ડાંગર સહિતની જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. અગાઉ આ ખરીદી પર યાર્ડને અડધો ટકા માર્કેટ શેષ મળતો હતો, જે છેલ્લા આઠ વર્ષથી બંધ છે. તેને ફરી શરૂ કરવા કૃષિ મંત્રી, કિસાન મોરચા ગુજરાતના પ્રમુખ તથા ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. ટેકાના ભાવની ખરીદીમાં યાર્ડના ગોડાઉન, વીજળી, કેન્ટીન અને અન્ય સુવિધાઓનો ઉપયોગ થાય છે. તેથી યાર્ડના હિતમાં માર્કેટ શેષ ચૂકવવાની માંગ કરવામાં આવી છે.





































