ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમમીન (એઆઇએમઆઇએમ) દરેક રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કામ કરી રહી છે. દરમિયાન, પાર્ટીએ ઝારખંડમાં પણ પોતાને મજબૂત બનાવ્યા છે. ઝારખંડના પાકુર વિધાનસભા મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય અકીલ અખ્તર ઓલ ઈÂન્ડયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનમાં જાડાયા છે.
અકીલ અખ્તર હૈદરાબાદમાં પાર્ટીના મુખ્યાલય, દારુસ્સલામ ખાતે પાર્ટીના રાષ્ટÙીય અધ્યક્ષ, બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં એઆઇએમઆઇએમમાં જાડાયા. પાર્ટીમાં જાડાયા બાદ, અખ્તરે જણાવ્યું હતું કે એઆઇએમઆઇએમ લઘુમતીઓ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સમાજના નબળા વર્ગોની મજબૂત હિમાયત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના જાડાવાથી ઝારખંડમાં સંગઠન વધુ મજબૂત બનશે.
આ દરમિયાન, એઆઈએમઆઈએમના પ્રમુખ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીએ અકીલ અખ્તરનું પાર્ટીમાં સ્વાગત કરતા કહ્યું કે તેમનો રાજકીય અનુભવ ઝારખંડમાં પાર્ટીના વિસ્તરણને નવી દિશા આપશે. એઆઈએમઆઈએમ ઝારખંડ રાજ્ય પ્રમુખ મોહમ્મદ શાકિર, રાજ્ય મહાસચિવ (સંગઠન) મહેતાબ આલમ, રાજ્ય મહાસચિવ ઇન્તેખાબ અંસારી, રાજ્ય ખજાનચી કૈસર ઇમામ અને કોલ્હાન ડિવિઝન ઇન્ચાર્જ સલિક જાવેદ પણ હાજર હતા.
અકીલ અખ્તરે ઝારખંડ મુકિત મોરચાથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ પાર્ટીએ તેમને કોઈ કારણસર છ વર્ષ માટે હાંકી કાઢ્યા. ત્યારબાદ તેઓ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ પાર્ટીમાં જાડાયા. ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, અકિલ અખ્તરે ફરી એકવાર પક્ષ બદલ્યો.
આ વખતે, તેઓ સમાજવાદી પાર્ટીમાં જાડાયા. ત્યારબાદ તેમણે સપાની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. તે સમયે, અકિલ અખ્તર ઝારખંડમાં સૌથી ધનિક ઉમેદવાર માનવામાં આવતા હતા.









































