જાફરાબાદના વરાહસ્વરૂપ ગામે શોર્ટ સર્કિટના કારણે બાઈકમાં આગ લાગતાં તે બળીને ખાખ થઈ ગયું હતું. બનાવ અંગે બચુભાઈ દેવાતભાઈ શિયાળ (ઉં.વ. ૪૩)એ જાહેર કર્યા મુજબ, તેઓ પોતાનું બાઈક લઈને બાબરકોટથી નોકરી પૂરી કરીને ઘરે આવ્યા હતા અને ઘરની સામે રોડ પર પાર્ક કર્યું હતું. દરમિયાન રાત્રિના સમયે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતાં રૂ. ૩૫,૦૦૦નું નુકસાન થયું હતું. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ બીજલભાઈ સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.