ભારતના સૌથી ધનિક લોકોની એક નવી તસવીર સામે આવી છે. ગૌતમ અદાણીએ ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬ માં ફરી એકવાર નંબર-૧ સ્થાન મેળવ્યું છે. અદાણી પરિવારની સંપત્તિમાં એક જ વર્ષમાં ૨૦.૭ બિલિયન (આશરે ૧.૯૮ લાખ કરોડ)નો વધારો થયો છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ ૧૧૨.૭ બિલિયન (આશરે ૧૦.૮૧ લાખ કરોડ) થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બીજા સ્થાને છે. નોંધપાત્ર રીતે, નબળા શેરબજાર અને રૂપિયામાં ૮.૫% ઘટાડો હોવા છતાં, ભારતના ૧૦૦ સૌથી ધનિક વ્યક્તિઓની સંયુક્ત સંપત્તિ લગભગ ૧ ટ્રિલિયન રહી છે.
ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફોર્બ્સની ૨૦૨૬ ની ૧૦૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોચ પર છે. તેમની કુલ સંપત્તિ ૧૧૨.૭ બિલિયન હોવાનો અંદાજ છે. અદાણી પરિવારની સંપત્તિ એક જ વર્ષમાં ૨૦.૭ બિલિયન વધી છે. જા કે, આ સંપત્તિ ૨૦૨૨ માં લગભગ ૧૫૦ બિલિયનના રેકોર્ડ સ્તરથી નીચે છે. અદાણી ગ્રુપ હાલમાં એક મોટી વિસ્તરણ યોજના બનાવી રહ્યું છે અને એઆઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ ૧૦૦ બિલિયનનું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ વખતે બીજા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ ૮૬.૩ બિલિયન
છે, જે અગાઉના અંદાજ કરતાં ૧૮.૭ બિલિયન ઓછી છે. રિલાયન્સના શેર ખાસ કરીને તેના રિટેલ બિઝનેસમાં માર્જિન દબાણથી પ્રભાવિત થયા હતા. દરમિયાન, અંબાણીની ટેલિકોમ કંપની, જિયો પ્લેટફોર્મ્સને આઇપીઓ માટે નિયમનકારી મંજૂરી મળી છે. આ આઇપીઓ આશરે ૩.૮ બિલિયન એકત્ર કરી શકે છે અને દેશનો સૌથી મોટો જાહેર ઇશ્યૂ બની શકે છે.
ઓપી જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ ૩૯.૮ બિલિયનની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે, જે ભારતની સૌથી ધનિક મહિલા રહી છે. સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ બીજા ક્રમે છે, તેમની સંપત્તિમાં ૭૪% વધારો થઈને ૩૪.૭ બિલિયન થઈ છે. સુનિલ મિત્તલ અને તેમનો પરિવાર પાંચમા સ્થાને છે, જેની કુલ સંપત્તિ ૩૨.૯ બિલિયન હોવાનો અંદાજ છે.
ફોર્બ્સના ટોચના ૧૦ સૌથી ધનિક ભારતીયો
ક્રમાંક નામ નેટ વર્થ
૧ ગૌતમ અદાણી ૧૧૨.૭ બિલિયન
૨ મુકેશ અંબાણી ૮૬.૩ બિલિયન
૩ સાવિત્રી જિંદાલ ૩૯.૮ બિલિયન
૪ લક્ષ્મી મિત્તલ ૩૪.૭ બિલિયન
૫ સુનિલ મિત્તલ અને પરિવાર ૩૨.૯ બિલિયન
૬ સાયરસ પૂનાવાલા ૨૮.૪ બિલિયન
૭ શિવ નાદર ૨૭.૪ બિલિયન
૮ દિલીપ સંઘવી ૨૬.૩ બિલિયન
૯ કુમાર મંગલમ બિરલા ૨૩.૨ બિલિયન
૧૦ હિન્દુજા પરિવાર ૨૧.૨ બિલિયન
ફોર્બ્સના મતે, યાદીની અડધાથી વધુ સંપત્તિમાં ઘટાડો થયો છે. છૈં-આધારિત ઓટોમેશનના વધતા પ્રભાવથી ભારતીય આઇટી અને સોફ્ટવેર સેવાઓ ક્ષેત્ર પર દબાણ આવ્યું છે, જેના કારણે કેટલાક ટેક અબજાપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. શિવ નાદર, અઝીમ પ્રેમજી અને એન.આર. નારાયણ મૂર્તિની સંપત્તિમાં ઘટાડો થયો છે. આ વર્ષે કેટલાક નવા ઉદ્યોગપતિઓ પણ યાદીમાં જાડાયા છે. તે જ સમયે, યાદીમાં સામેલ થવા માટે લઘુત્તમ નેટવર્થની જરૂરિયાત ઘટાડીને ૩ બિલિયન કરવામાં આવી છે, જે ગયા વર્ષે ૩.૨ બિલિયન હતી.








































