ખાંભા તાલુકાના ડેડાણ નજીક પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ હરિ ઓમ ગૌશાળા ખાતે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા ૧૦૮ દિવસનું અનુષ્ઠાન યોજાયું છે. આ આયોજન આચાર્ય કિશનભાઈ મહેતા દ્વારા ભવ્ય અને દિવ્ય રીતે કરવામાં આવ્યું છે. તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલનારા આ અનુષ્ઠાનમાં ગત રવિવારે ચલાલાના તબીબ વિક્રમ ભરાડ, અમરેલી દશનામ સમાજના આગેવાન અતુલપુરી ગોસાઈ, ડો. નિલેશ કુબાવત, ડો. કિરીટ દવે સહિત પરિવારજનોએ ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.








































