કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના એક યુવકની દિવસ દરમિયાન ગોળી મારીને હત્યા કરાયાની ઘટના સામે આવી છે. ખુલ્લા પા‹કગ લોટમાં થયેલા ગોળીબારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.આ ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામનારની ઓળખ ચંદા કુમાર (ઉંમર ૩૭ વર્ષ) તરીકે કરવામાં આવી છે. તેઓ કર્ણાટકના રહેવાસી હતા અને છેલ્લા લગભગ ૬ વર્ષથી કેનેડામાં રોજગાર માટે ગયા હતા અને ત્યાં જાબ કરતાં હતા.
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ટોરોન્ટોના વુડબાઇન શોપિંગ સેન્ટર નજીક આવેલા પા‹કગ લોટમાં બની હતી. દિવસના સમયે અચાનક વાહન પર નિશાન સાધીને હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.હુમલાખોરોએ ચંદા કુમારના વાહનને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા.ઘટના બાદ ચંદા કુમારને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. જાકે ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું હોસ્પીટલ  દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આસપાસના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. આ ગોળીબાર પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.