એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મંગળવારે કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશનના સસ્પેન્ડેડ ચેરમેન શિવશંકરપ્પા એસ. સાહુકર, સભ્ય શાંતા હોસામણિ અને અન્ય ઘણા લોકોના પરિસરમાં દરોડા પાડ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વેટરનરી ઓફિસર ભરતી પરીક્ષામાં થયેલા કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને ગુજરાતમાં આશરે ૨૧ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કથિત ગેરરીતિઓના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં બેંગલુરુમાં કેપીએસસી ઓફિસ, સસ્પેન્ડ કરાયેલા કેપીએસસી ચેરમેન શિવશંકરપ્પા એસ. સાહુકર અને સભ્ય શાંતા હોસામાનીના ઘરો, તેમજ કેટલાક કથિત મધ્યસ્થીઓના કાર્યાલયો, એજ્યુટેસ્ટ સોલ્યુશન્સ (પરીક્ષાના પેપરના ડિજિટલ મૂલ્યાંકન માટે જવાબદાર કંપની) ની કચેરી અને વેટરનરી ઓફિસરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ૨૧ સ્થળો કર્ણાટકના બેંગલુરુ, હસન, ચિત્રદુર્ગ, દાવણગેરે, રાયચુર, કારવાર, કલબુર્ગી, બેલાગવી અને બેલગામમાં ફેલાયેલા છે, જેમાં કેટલાક સ્થળો ગુજરાતના અમદાવાદમાં પણ સ્થિત છે. ઈડ્ઢ અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીએ બેંગલુરુ પોલીસ (વિધાન સૌધા પોલીસ સ્ટેશન) દ્વારા શુચિકિત્સા અધિકારીઓની અંતિમ પસંદગીમાં ગેરરીતિઓનો આરોપ લગાવતા દાખલ કરાયેલી ચાર એફઆઇઆરની નોંધ લીધી છે.આરોપ એ છે કે કેટલાક વચેટિયાઓએ ફરિયાદી સહિત ઉમેદવારોને ફોન કરીને પસંદગી માટે ૭૦ થી ૮૦ લાખ (ઉમેદવાર દીઠ) ની લાંચ માંગી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં ફરિયાદીએ પોલીસને આ વચેટિયાઓના ઓડિયો રેકો‹ડગ રજૂ કર્યા છે.તેમણે કહ્યું કે વધુમાં, ઈડી તપાસ પેપર લીક, ઓએમઆર ઉત્તરપત્રોમાં છેડછાડ અને અંતિમ પસંદગીમાં મદદ કરવામાં કેપીએસસી અધિકારીઓના સંબંધીઓની સંડોવણીના આરોપોની પણ તપાસ કરી રહી છે. જુલાઈમાં, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સાહુકરને તેમની બે પુત્રીઓની ઔદ્યોગિક વિસ્તરણ અધિકારી તરીકે ગેરકાયદેસર પસંદગીમાં મદદ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા.









































