એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દિલ્હીના પોશ વિસ્તારો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. સર્વપ્રિય વિહારમાં દરોડા બાદ, ઈડ્ઢ ની કાર્યવાહી વધુ તીવ્ર બની છે. અહીંથી ૫.૧૨ કરોડ રોકડા,૮.૮ કરોડના સોના અને હીરાના દાગીના અને આશરે ૩૫ કરોડની મિલકતો સંબંધિત દસ્તાવેજા પહેલાથી જ મળી આવ્યા છે.
આ ઉપરાંત, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વેસ્ટએન્ડ ગ્રીન ફાર્મ્સમાં સુનીલ ગુપ્તાના ઘર અને ફાર્મહાઉસ પર પણ દરોડા પાડ્યા છે. આ શોધ ૩૦ ડિસેમ્બરે શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ છે. ઈડીની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુનીલ ગુપ્તાએ અગાઉ અમન કુમારને પૈસા ઉછીના આપ્યા હતા. અમન કુમાર ઈન્દ્રજીત સિંહનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે.
તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ઈડ્ઢની કાર્યવાહી પછી અમન કુમારે ગુનાની રકમને લોન્ડર કરવાના પ્રયાસમાં સુનીલ ગુપ્તાને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. અત્યાર સુધીમાં, વેસ્ટએન્ડ ગ્રીન ફાર્મ્સમાં દરોડામાં ઈડીએ ૧.૨૨ કરોડ રોકડા અને આશરે ૮.૫૦ કરોડના દાગીના જપ્ત કર્યા છે.
૩૦ ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના સર્વપ્રિય વિહાર વિસ્તારમાં એક મોટી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન ઈન્દ્રજીત સિંહ યાદવ, તેમના સહયોગીઓ, એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય સંબંધિત સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીના સર્વપ્રિય વિહાર વિસ્તારમાં ઈન્દ્રજીત સિંહ યાદવના સહયોગી અમન કુમારના પરિસરમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.









































