ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે ભારત અને આસિયાન દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રશંસા કરી અને જણાવ્યું કે આસિયાન દેશો સાથે ભારતના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. રાજનાથ સિંહે જણાવ્યું કે આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનું એક મહત્વપૂર્ણ અને આવશ્યક તત્વ છે.રાજનાથ સિંહે કહ્યું, “ભારત તેની સ્થાપનાથી જ આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠક-પ્લસમાં સક્રિય ભાગ લેનાર રહ્યું છે. ભારત માટે, આ આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠક ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના અમારા વિઝનનો એક આવશ્યક ભાગ રહી છે. આસિયાન સાથે ભારતનું જાડાણ આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠકની શરૂઆત પહેલાનું છે, પરંતુ આ પદ્ધતિએ એક સંકલિત સંરક્ષણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જે તેના રાજદ્વારી અને આર્થિક પરિમાણોને પૂરક બનાવે છે. ૨૦૨૨ માં આસિયાન-ભારત ભાગીદારીનું વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નતિ માત્ર ભારત-આસિયાન સંબંધોની મજબૂતાઈ જ નહીં પરંતુ પ્રાદેશિક પ્રાથમિકતાઓના વધતા સંકલનને પણ પ્રતિબિંબિત કરે છે.”એ નોંધનીય છે કે દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોનું સંગઠનના ૧૧ સભ્ય દેશો અને તેના આઠ સંવાદ ભાગીદારો – ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, કોરિયા પ્રજાસત્તાક, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્‌સનો સમાવેશ કરતું એક મંચ છે.ભારત સરકારે નવેમ્બર ૨૦૧૪ માં એક્ટ ઇસ્ટ પોલિસી શરૂ કરી હતી, જે લુક ઇસ્ટ પોલિસીનું અપગ્રેડ છે. તે એશિયા-પેસિફિક ક્ષેત્ર સાથે વિવિધ સ્તરે આર્થિક, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે એક રાજદ્વારી પહેલ છે. તે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય સ્તરે જાડાણ, વેપાર, સંસ્કૃતિ, સંરક્ષણ અને લોકો-થી-લોકોના સંપર્કોના ક્ષેત્રોમાં દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે જાડાય છે.ભારતીય સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે “છેલ્લા દોઢ દાયકામાં,આસિયાન સંરક્ષણ પ્રધાનોની મીટિંગ પ્લસનું મહત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે. તે સંવાદ પ્લેટફોર્મથી વ્યવહારિક સંરક્ષણ સહયોગ માટેના માળખામાં પરિવર્તિત થયું છે.” ભારત હિંદ અને પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગ ઉપરાંત આર્થિક વિકાસ, ટેકનોલોજી શેરિંગ અને માનવ સંસાધન સહયોગને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરે છે.હિંદો-પેસિફિકમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે, રાજનાથ સિંહે કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું, “ભારત આસિયાન દેશો સાથેના તેના સંરક્ષણ સહયોગને પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને ક્ષમતા નિર્માણની ચાવી તરીકે જુએ છે. ભારતનું વિઝન એ છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મુક્ત, સમાવિષ્ટ અને નિયમો આધારિત હોવો જાઈએ. આ ક્ષેત્રમાં કાયદાનું શાસન હોવું જાઈએ, ખાસ કરીને  સમુદ્રના કાયદા પર યુએન કન્વેન્શન હેઠળ નેવિગેશનની સ્વતંત્રતા.” રાજનાથ સિંહે સ્પષ્ટતા કરી કે આ કોઈ દેશ વિરુદ્ધ નિર્દેશિત નથી પરંતુ તમામ હિસ્સેદારોના સામૂહિક હિતોનું રક્ષણ કરવા માટે છે. રાજનાથ સિંહે કહ્યું કે આસિયાન દેશો સાથે સહયોગ સાયબર સુરક્ષા, દરિયાઈ ગુપ્ત માહિતી અને માળખાગત વિકાસ જેવા ક્ષેત્રોમાં વિસ્તર્યો છે.