રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર અને ઇજીજીડ્ઢૈંના સહયોગથી ૧૪ નવેમ્બરના રોજ ડાયાબિટીસ અવેરનેસ સેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ધમાન બેન્ક્વેટ હોલ, અજરા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ સેશનમાં શહેરના નાગરિકો, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. રાજેશ પરવાડિયા (સ્.ડ્ઢ. સ્ીઙ્ઘૈષ્ઠૈહી) એ ડાયાબિટીસ વિશે સરળ અને સમજણભરી માહિતી આપી. તેમણે રોગના કારણો, લક્ષણો, નિયંત્રણ અને પ્રિવેન્શન બાબતે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રોજિંદા જીવનમાં આહાર, વ્યાયામ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ દ્વારા ડાયાબિટીસ પર નિયંત્રણ મેળવી શકાય તે બાબત ઉપર ભાર મૂક્યો. આ ઉપરાંત ડાયાબિટીસની વહેલી તકે ઓળખ, જોખમ ઘટાડવાની રીતો, પરિવાર માટે અપનાવી શકાય તેવી હેલ્થ ટીપ્સ વિશે વિશેષ સમજણ આપી હતી. ઇર્ંટ્ઠિઅ ઝ્રઙ્મેહ્વ ર્ક છદ્બિીઙ્મૈ ય્ૈનિા પ્રતિનિધિઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં પણ સમાજના હિતના આવા વધુ હેલ્થ અવેરનેસ કાર્યક્રમો યોજાતા રહેશે.









































