શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સની ટીમ બીજી મેચ હારી ગઈ છે. અમદાવાદને ગુજરાત ટાઇટનનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ આ વખતે મુંબઈએ તેને તોડી નાખ્યો છે. શુભમન ગિલની ટીમને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, તેણે હાર્દિક પંડ્યાનો રેકોર્ડ તોડ્યો છે. આ હારથી જીટીની આશાઓને ફટકો પડ્યો છે અને નુકસાન થઈ શકે છે.
ગુજરાત ટાઇટન્સ ૨૦૨૨ માં આઇપીએલમાં પ્રવેશ્યો. હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ, ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સીઝનમાં ટ્રોફી જીતી હતી, પરંતુ તે લાંબા સમય સુધી ટીમ સાથે રહી શક્્યો નહીં. ૨૦૨૩ ની આઇપીએલ પછી, તે ૨૦૨૪ માં મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો અને તેમનો કેપ્ટન બન્યો. આ સમયગાળા દરમિયાન, ન તો ગિલ તેની ટીમ જીટીને ટાઇટલ અપાવી સકયો, ન તો હાર્દિક તેની ટીમ એમઆઇને ટાઇટલ અપાવી સકયો.
હાર્દિક પંડ્યાએ છેલ્લા બે વર્ષમાં ૩૧ મેચમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું, જેમાંથી ૨૨ મેચ જીતી. તે ફક્ત નવ મેચ હારી ગયો. હવે, શુભમન ગિલે તેને પાછળ છોડી દીધો છે. ગિલે અત્યાર સુધીમાં ૩૨ મેચોમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી છે, જેમાં ફક્ત ૧૭ મેચમાં જીત મેળવી છે અને ૧૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એકંદરે, હાર્દિક ગિલ કરતાં ઘણો સારો કેપ્ટન સાબિત થયો છે. ઓછામાં ઓછું ગુજરાત ટાઇટન માટે આ કહી શકાય. રાશિદે ત્રણ મેચમાં જીટીની કેપ્ટનશીપ પણ કરી હતી, જેમાં એકમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન, હાર્દિકનું ખાસ પ્રદર્શન એ છે કે ૨૦૧૪ પછી આ પહેલી વાર છે જ્યારે મુંબઈ ઇંડિયન્સે અમદાવાદમાં જીત મેળવી છે. ટીમ ૨૦૧૪ માં જીતી હતી, પરંતુ ત્યારબાદ સતત છ હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈએ ક્્યારેય ગુજરાતને હરાવ્યું ન હતું, પરંતુ તે યુગ હવે સમાપ્ત થઈ ગયો છે.