લાઠીના રામપર ગામની સીમમાંથી વરલી મટકાનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૩૫,૩૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દામનગરમાં રહેતા ગોપાલભાઈ ધનજીભાઈ સરવૈયા તથા રમેશભાઈ જયંતીભાઈ ગોહીલ જાહેરમાં ગેરકાયદે આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમી-રમાડતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી જુગારના રોકડા રૂ. ૧,૩૪૦ તથા બે મોબાઈલ અને એક મોટરસાઇકલ મળી કુલ રૂ. ૩૫,૩૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટના અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.






































