રાષ્ટ્રય સ્વયંસેવક સંઘએ રામ મંદિરના પ્રસાદ ચોરી કેસ પર એક મોટું નિવેદન જારી કર્યું છે. આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ પોતે સમગ્ર વિવાદ પર સત્તાવાર રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હોસાબલેએ કહ્યું કે રામ મંદિરમાં થયેલી ચોરી દુર્ભાગ્યપૂર્ણ છે અને તેનાથી રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે એસઆઇટી તપાસનું સ્વાગત કરીએ છીએ. આ કેસમાં જે પણ દોષિત સાબિત થાય છે તેને સૌથી કડક સજા મળવી જાઈએ. તેમણે એવી પણ માંગ કરી હતી કે મંદિર વ્યવસ્થાપન અને સરકાર તાત્કાલિક સિસ્ટમમાં રહેલી બધી ખામીઓને દૂર કરે.
દત્તાત્રેય હોસાબલેએ કહ્યું, “શ્રી રામ જન્મભૂમિ પર બનેલું ભવ્ય મંદિર લાખો રામ ભક્તોના પેઢી દર પેઢીના સંઘર્ષ, સમર્પણ, બલિદાન અને ભક્તનું પ્રતીક છે. આ જ કારણ છે કે આ મંદિર સમગ્ર હિન્દુ સમુદાય માટે શ્રદ્ધા, ભÂક્ત અને ભક્તિનુંન મુખ્ય કેન્દ્ર છે. પરિણામે, અયોધ્યાના શ્રી રામ લલ્લા મંદિરમાં દાનપેટીઓમાં જમા કરાયેલા ભંડોળની ચોરી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.”આરએસએસ એ જણાવ્યું હતું કે આ ઘટનાથી સમગ્ર સમાજ અને રામ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેથી, આ બાબતને એક સામાન્ય ગુનો તરીકે નહીં, પરંતુ લાખો લોકોની શ્રદ્ધા સાથે સંકળાયેલી ગંભીર બાબત તરીકે જાવી જાઈએ.









































