રાજુલા શહેરમાં શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ દ્વારા સમસ્ત બાબરીયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ થી થયો છે અને તેનો વિરામ તારીખ ૧૯ એપ્રિલ,૨૦૨૫ ના રોજ થશે. આ શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણમાં શાસ્ત્રી નીલકંઠ દાદા (વડીયા) પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા શ્રવણનો સમય બપોરે ૩ થી ૭ વાગ્યા સુધીનો છે. ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને આ કથાનું રસપાન કરવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.