અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી હતી. રાજુલાના દાતરડી ગામના યુવકનો મોબાઈલ અપડેટ થયા બાદ ખાતામાંથી ૫૩,૦૦૦ કપાઈ ગયા હતા. કિશોરભાઈ મગનભાઈ ભીલ (ઉ.વ.૪૦)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો મોબાઇલ ફોન અચાનક અપડેટ થવા લાગ્યો હતો. જે બાદ તેમણે બેંક ખાતાનું બેલેન્સ તપાસતા તેમાંથી રૂ. ૫૩,૦૦૦ કપાઈ ગયા હતા. આ રૂપિયા રાહીલ અહેમદ ભટ્ટના નામના ઈસમના બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.
આમ આરોપીએ તેમની જાણ બહાર તેમના બેંક ખાતામાંથી રૂ.૫૩,૦૦૦ની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી સાયબર ફ્રોડ કર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના પી આઈ વી એસ પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.