દામનગરની શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી ૨૦૮ દીકરીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો અને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહનરૂપ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. પરમાર્થ ટ્રસ્ટ દ્વારા લેઉવા પટેલ સમાજની દીકરીઓને વિનામૂલ્યે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધા આપવામાં આવી રહી છે. ટ્રસ્ટ ‘સા વિદ્યા યા વિમુક્તયે’ના સૂત્રને આત્મસાત કરીને દીકરીઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સતત કાર્યરત છે.વિતરણ કાર્યક્રમ દરમિયાન તમામ ૨૦૮ દીકરીઓને અભ્યાસ માટે જરૂરી પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ અર્પણ કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ તેમના શૈક્ષણિક વિકાસમાં સહયોગી બનવાનો છે. કાર્યક્રમને દીકરીઓ, સંચાલકો અને ઉપસ્થિત આગેવાનો દ્વારા આવકાર મળ્યો હતો.





































