ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાની અફવાઓએ થોડા દિવસો પહેલા ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જા કે, પછીથી બંને સાથે આવ્યા અને આ અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી. હવે સુનિતા સોનાલી બેન્દ્રે અને મુનાવર ફારૂકી દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા’માં પહોંચી હતી. અહીં તેણે જૂના દિવસોને યાદ કરતા ગોવિંદા વિશે ઘણા ખુલાસા પણ કર્યા. સુનિતાએ જણાવ્યું કે ગોવિંદા તેના સમયની દરેક હિરોઈન સાથે ફ્લર્ટ કરતો હતો.
સુનિતા આહુજા ‘પતિ પત્ની ઔર પંગા’ના આગામી એપિસોડમાં મહેમાન તરીકે જાવા મળશે. આ દરમિયાન, તે ગોવિંદા વિશે ઘણી વાતો પણ શેર કરશે. હવે તાજેતરના પ્રોમોમાં, એવું બહાર આવ્યું છે કે સુનિતાએ પણ શોમાં ખૂબ મજા કરી હતી. આ દરમિયાન, સુનિતાએ જણાવ્યું કે ગોવિંદા તેના સમયની દરેક સહ-અભિનેત્રી સાથે ફ્લર્ટ કરતો હતો. જાકે, સુનિતાએ જણાવ્યું કે સોનાલી બેન્દ્રે એકમાત્ર એવી અભિનેત્રી હતી જેના પર ગોવિંદાએ ક્યારેય પોતાનો જાદુ કર્યો ન હતો અને ક્યારેય તેની સાથે ફ્લર્ટ કર્યો ન હતો. આ સાંભળીને સેટ પર હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે સોનાલી બેન્દ્રેએ ગોવિંદા સાથે પોતાની પહેલી મોટી હિટ ફિલ્મ ‘આગ’ આપી હતી.
શોમાં ઘણા પ્રસંગોએ સુનિતાનો સ્પષ્ટવક્તા અંદાજ પણ જાવા મળ્યો હતો. આ દરમિયાન, જ્યારે શોના હોસ્ટ અને કોમેડિયન મુનાવર ફારૂકી સુનિતાને પોતાની સાથે ડાન્સ કરવા માટે ખેંચે છે, ત્યારે સુનિતા તરત જ કહે છે કે હું તમારી પત્ની નંબર ૧ નથી કે તમે મારી સાથે ડાન્સ કરી રહ્યા છો. હું ગોવિંદાની પત્ની નંબર ૧ છું. આ ઉપરાંત, એક પ્રસંગે સુનિતા કહે છે કે શું તમે લોકોએ આ શોનું નામ ‘પતિ પત્ની ઔર પંગા’ ફક્ત મારા અને ગોવિંદા પર રાખ્યું છે? આ પછી બધા જારથી હસવા લાગે છે. આ દરમિયાન, બધાએ ગોવિંદાના ગીત ‘મૈં તો રાસ્તે સે જા રહા થા’ પર પણ ડાન્સ કર્યો.
‘પતિ પત્ની ઔર પંગા’ એક રિયાલિટી શો છે, જ્યાં મુનવ્વર ફારૂકી અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે શો હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં, પતિ-પત્નીનો રિયાલિટી ચેક છે અને ખૂબ મજા અને હાસ્ય છે. આ શોમાં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા, હિના ખાન અને રોકી જયસ્વાલ, સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ, ગીતા ફોગાટ અને પવન કુમાર, ગુરમીત ચૌધરી અને દેબીના બોનરજી, સુદેશ લાહિરી અને મમતા લાહિરી, અવિકા ગોર અને મિલિંદ ચંદવાની અને ઈશા માલવિયા અને અભિષેક કુમાર પતિ-પત્નીની જાડી તરીકે છે. આ શો શનિવાર-રવિવારે રાત્રે ૯ વાગ્યે કલર્સ અને જિયો હોટસ્ટાર પર પ્રસારિત થાય છે.









































