અમરેલી તાલુકામાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા નાયબ કલેક્ટર અમરેલીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરીના કર્મચારીઓએ આજરોજ આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. જેમાં
બિનઅધિકૃત તથા ઓવરલોડ ખનિજ વહન કરતા કુલ ચાર ડમ્પર ઝડપાયા હતા.
દેવળીયા પાસે અમરેલી-સાવરકુંડલા રોડ પરથી રેતી ભરેલા ય્ત્ન ૦૪ છઠ ૪૮૭૫ હાઈવા ડમ્પર (કિંમત રૂ.૬૫,૨૮,૦૦૦) અને ય્ત્ન ૦૩ છ્ ૪૭૦૪ ડમ્પર (કિંમત રૂ.૧૧,૨૫,૦૦૦) જપ્ત કરાયા હતા. જ્યારે ઈશ્વરીયા પાસે અમરેલી-લાઠી રોડ પરથી બ્લેક ટ્રેપ ભરેલા ય્ત્ન ૧૪ છ્ ૭૯૬૬ ડમ્પર (રૂ.૧૨ લાખ) અને ય્ત્ન ૦૧ ડ્ઢઢ ૩૦૪૭ ડમ્પર (રૂ.૨૩ લાખ) ઝડપાયા હતા. કુલ રૂ.૧.૧૧ કરોડનો મુદ્દામાલ અમરેલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપાયો છે. અમરેલી મામલતદારની ટીમ દ્વારા તાલુકામાં ચાલતા ખનીજચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરતા ખનીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.








































