સેનાએ ૨,૬૦૦ કિલોમીટરની સરહદ પર અનેક મુખ્ય પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા છે
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર છેલ્લા પાંચ દિવસથી લડાઈ ચાલી રહી છે. દરમિયાન, અફઘાન સેનાએ પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો જારદાર જવાબ આપ્યો છે, પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે તેની સેનાએ ૨,૬૦૦ કિલોમીટરની સરહદ પર અનેક મુખ્ય પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં કાબુલને અડીને આવેલા વિસ્તારો, ખોસ્તનો અલી-શેર જિલ્લો અને જલાલાબાદ અને કંદહારના સરહદી વિસ્તારોનો સમાવેશ થાય છે.
૨૧-૨૨ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર કથિત આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો ત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો. જવાબમાં, અફઘાન સેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના દળોએ કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક અને શોરાબાક જિલ્લામાં અનેક પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. સ્પિન બોલ્ડકમાં ત્રણ ચોકીઓ કબજે કરતી વખતે ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને એકને અફઘાન સેનાએ કબજે કર્યો હતો. વધુમાં, અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે અલી-શેર જિલ્લામાં બે પાકિસ્તાની ચોકીઓ હવે અફઘાન નિયંત્રણ હેઠળ છે.
છેલ્લા ચાર દિવસથી, બંને પક્ષોની સેનાઓ એકબીજાના સ્થાનો પર ભારે ગોળીબાર કરી રહી છે. જાકે અધિકારીઓ કહે છે કે સંઘર્ષના પ્રારંભિક તબક્કાની તુલનામાં લડાઈની તીવ્રતા ઓછી થઈ છે, ખતરો યથાવત છે. ગયા મહિને જ્યારે પાકિસ્તાને અફઘાન પ્રદેશમાં આતંકવાદીઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો ત્યારે દુશ્મનાવટ શરૂ થઈ હતી. તરત જ, તાલિબાનની આગેવાની હેઠળના અફઘાન દળોએ વળતો હુમલો શરૂ કર્યો.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે બીજી મોટી જાહેરાત કરી. તેઓએ અહેવાલ આપ્યો કે અફઘાન સૈનિકોએ પÂક્તકા પ્રાંતમાં એક પાકિસ્તાની સશ† ટેન્કનો નાશ કર્યો. ટેન્ક અફઘાન પ્રદેશ તરફ આડેધડ ગોળીબાર કરી રહી હતી. મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખોવરાઝમીએ દાવો કર્યો હતો કે અફઘાન સૈનિકોએ અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ પાકિસ્તાનીઓને મારી નાખ્યા છે અને ૨૫ થી વધુ લશ્કરી ચોકીઓ પર પોતાનો ધ્વજ લહેરાવ્યો છે.
અફઘાન પોલીસે એ પણ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની લડાકુ વિમાનોએ કાબુલ નજીક બગ્રામ એર બેઝ પર બોમ્બમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. અફઘાન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને હુમલાને નિષ્ફળ બનાવ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બગ્રામ એર બેઝ અગાઉ યુએસ સૈન્ય માટે એક મુખ્ય બેઝ હતું.








































