બગસરા તાલુકાના હાલરીયા ગામ નજીક અનાજ ભરેલું એક આઈસર પલટી મારી જતા આઈશરને નુકસાન થયુ હતું. ચલાલા-બગસરા હાઈવે પર હાલરીયા ગામ પાસે અનાજ ભરીને બગસરા તરફ જતું એક આઈસર હાલરીયા ગામ નજીક પહોંચતા અચાનક પલટી મારી ગયુ હતું. આઈસરમાં અનાજ ભરેલુ હોવાથી તેને ઉંચકવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. અચાનક જ આઈસર પલટી મારી જવાની ઘટના બનતા ગ્રામજનો પણ દોડી ગયા હતા. આઈસર અનાજ ભરીને બગસરા તરફ જતું હોવાનું જાણવા મળ્યુ છે. જા કે ક્રેઈન મારફતે ઉભું કરવામાં આવ્યું હતું.







































