* જીવાત નિયંત્રણમાં ફેરોમોનનો ઉપયોગ જીએપીનું એક અગત્યનું અંગ છે. જીવાત વ્યવસ્થાપનમાં ફેરોમોનનો ઉપયોગ જીવાત ઉપર દેખરેખ રાખવા માટે, જંતુનાશક દવાના છંટકાવનો સમય નક્કી કરવા માટે, જીવાતને પકડીને સામૂહિક રીતે નાશ કરવા માટે અને સમાગમ વિક્ષેપન માટે વપરાય છે. શેરડીના જુદા જુદા વેધકો, પાન ખાનાર ઇયળ, લીલી ઇયળ, ગુલાબી, કાંટાવાળી તેમજ ટપકા વાળી ઇયળો, રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ, ફળ માખી, હીરાફૂદીની ઇયળ વગેરેના નરને આકર્ષીને મારતા ટ્રેપનો ઉપયોગ આ જીવાતોના નિયંત્રણ માટે કરી શકાય. રીંગણના તેમજ ચણાના પાકમાં આ પદ્ધતિ અસરકારક સાબિત થઇ છે. નાળિયેરીની વાડીમાં ચાંચવામાં તેમજ ગેંડાના પુખ્ત કીટકોને આકર્ષીને મારતા ટ્રેપ બજારમાં ઉપલબ્ધ છે. ચીકુની કળી કોરી ખાનાર ઇયળો માટે કાળી તુલસીના પાનના રસનો ઉપયોગ કરી ટ્રેપ મૂકવાથી આ ઇયળની નર ફૂદીને આકર્ષી નાશ કરી તેની સંખ્યા ઘટાડી શકાય છે. કપાસની ગુલાબી ઇયળના નિયંત્રણમાં ફેરોમોન આધારિત સમાગમ વિક્ષેપન પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. વેલાવાળા શાકભાજી પાકો જેવા કે ગલકા, તુરીયા, દુધી, કારેલા અને ફળ પાકો જેવા કે તરબુચ અને શક્કરટેટીમાં ફળમાખીના નિયંત્રણ માટે ફળમાખી ટ્રેપ મુકવાથી ફાયદો થાય છે.
* જૈવિક નિયંત્રકોનો ઉપયોગ અને તેનું સંરક્ષણ
• બજારમાં વેપારી ધોરણે મળતા ટ્રાઇકોગ્રામાને પ્રતિ હેક્ટર દોઢ લાખ પ્રમાણે, લીલી ઇયળનાં ઇંડા દેખાય ત્યારથી શરૂઆત કરીને પાકની અવધિ દરમિયાન, પાંચ થી છ વખત છોડવાથી લીલી ઇયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
• ખેતરના એક ખૂણે એકાદ ગૂંઠામાં કાસીન્દ્રો, મકાઇ, તમાકુ, ગલગોટા ઉગાડી પરજીવી અને પરભક્ષી કીટકોનું અભયારણ્ય ( એન્ટોમોફોગ પાર્ક) બનાવવાથી જૈવિક નિયંત્રકોની વસ્તી વધે તેમજ જળવાઇ રહે છે.
• બી.ટી.કે. નામના બેક્ટેરિયાના પાવડરનો પ્રતિ હેક્ટરે અર્ધાથી કે એક કિલોગ્રામના પ્રમાણમાં ઉપયોગ કરવાથી લીલી ઇયળ, કોબીજની હીરાફૂદી, પાન ખાનાર ઇયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે
• બજારમાં પાન ખાનાર ઇયળ અને લીલી ઇયળ માટે વાઇરસ (એન.પી.વી.) ઉપલબ્ધ છે તેનો પદ્ધતિસર ઉપયોગ કરવો જોઇએ.
• કપાસના મુખ્ય પાકમાં છોડની કુલ સંખ્યાના પાંચ ટકાના પ્રમાણે મકાઇના છોડની વાવણી કરવાથી તેના ઉપર આવતી મોલો (જે કપાસની મોલો કરતા જુદી હોય છે)નો ઉપદ્રવ વહેલો શરૂ થતાં તેને ખાવા માટે પરભક્ષી દાળિયા/ઢાલિયા કીટકો આવે છે અને તેમની વસ્તી વધતાં કપાસ ઉપર આવતી મોલોનું નિયંત્રણ કરવામાં ઉપયોગી થાય છે.
• ઇયળો અને મીલીબગના નિયંત્રણ માટે બોવેરીયા બેઝીઆના જૈવિક ફુગનો ઉપયોગ કરવો જાઇએ.
• નેમેટોડ્નાં નિયંત્રણ માટે પેસીલીયોમાઇસીસ લીલાસીનસ જૈવિક ફુગનો ઉપયોગ કરવો જાઇએ.
• સુકારા/મુળખાઇ જેવા ફુગજન્ય રોગો માટે ટ્રાયકોડરમાં વિરીડી જૈવિક ફુગ વાપરવાથી ફાયદો થતો હોય છે.
* મગફળીઃ
• મગફળી ઉપાડ્યા પછી તે જ બીજનું તુરંત વાવેતર કરવું નહિ. તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું.
• જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ઢગલા અઠવાડિયું સુકાયા બાદ, પાથરા ફેરવી, ડોડવામાં ૮ ટકા ભેજ હોય ત્યારે થ્રેસિંગ કરવું.
• આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું.
* તલ
• ઉનાળુ તલ તેમજ ઘેટા પીળા પડી જાય પછી કપણી કરી, ઉભડા કરવા તે પછી સુકાઈ જાય પછી ખેરી તલનું ગ્રેડીંગ કરી કોથળા ભરી લેવા.
* કપાસ
• જમીનને ખેડ કરી સમતલ બનાવો, ઢાળ ઓછો કરો અને આ માસમાં છાણીયું (કમ્પોસ્ટ) ખાતર ચાસમાં ભરી દેવું.
• કપાસનું આગોતરું વાવેતર કરવું નહિ. તેમજ વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો.
• મીલીબગ વાળી તેમજ જીંડવા વાળી કરાંઠીને ઉપાડીને બાળી નાખવી અથવા તો બળતણ તરીકે સંગ્રહ કરવાનો હોય તો ઢગલાની ફરતે એક મીટર પહોળો મીથાઈલ પેરાથીઓનનો પટ લગાવવો.
ષ્ જુવાર
• દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
* બાજરી
• બાજરી પાકને ફૂલ અવસ્થાએ આવશ્યક પિયત આપવું.
• બાજરીનાં ડુંડાને દબાવાથી દાણા છુટા પડે ત્યારે લણવા.
• કુતુલ / તળછારો રોગ જણાય તો મેટાલેક્ષિલ એમઝેડ ૭૨ વેપા ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.
* શાકભાજી
• શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેરરોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા.
• જુદા જુદા પાકો જેવા કે શાકભાજી, કપાસ, ડાંગર, શેરડી વગેરે માટે નોવેલ પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
• મરચીમાં તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાના જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું.
* આદુ
* વાવેતર સમય
• આદુની રોપણી એપ્રિલના અંતથી મે માસમાં જમીન તૈયા૨ કરી વાવેતર કરી શકાય છે. રોપણીમાં તંદુરસ્ત આંખો ધરાવતી અંગુલી ગાંઠોનો ઉપયોગ ક૨વામાં આવે છે
બિયા૨ણનો દ૨:
• આદુના પાકમાં બિયારણમાં લીધેલ અંગુલી / માતૃ ગાંઠોને બીજથી થતા રોગો જેવા કે કંદનો કોહવારો, થડનો કોહવારોના નિયંત્રણ માટે મેટાલેક્ષીલ પાણીમાં ઓગાળી દ્રાવણમાં બિયારણની ગાંઠોને ૩૦ મિનિટ સુધી રાખીને, ગાંઠોને સૂકવ્યા બાદ વાવેતરમાં ઉપયોગ કરવો
* બાગાયત
• દાડમની ખેતીમાં ગાંઠયા કૃમિના નિયત્રણ માટે દાડમની ખેતી કરતા ખેડૂતોને ગાંઠયા કૃમિના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે યોસીનોમાયસીસ લીલાસીનસ (૨ટ૧૦ બીજાણું/ગ્રામ) ૨૦ કિ.ગ્રા/કે + દિવેલી ખોળ ૨ ટન /હે.ચોમાસાની શરૂઆતમાં અને ત્યારબાદ દર ૬ માસના આંતરે થડથી ૧૨ થી ૧૮ ઈંચ દુર તથા આશરે ૯ ઈંચ ઊંડી રીંગ કરીને જમીનમાં મૂળની નજીક આપવાની ભલામણ કરવામાં આવે છે.
• કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે ઉત્પાદન તેમજ આવક મેળવવા માટે “કેળની ગણદેવી સિલેકશન” જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે.
• પપૈયામાં વધુ ઉત્પાદન માટે સુક્ષ્મ તત્વોનો છંટકાવ ઝીંક સ્લ્ફેટ ૨૪.૦ ગ્રામ અને બોરોન ૧૦.૦ ગ્રામ પ્રતિ લિટર મુજબ ફેરરોપણીના બીજા અને ચોથા મહિને છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.
• મગની શીંગોની કાપણી વહેલી સવારે કરવી. મગના ભૂકીછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કોર્બન્ડાઝીમ ૦.૦૨૫ % અથવા હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫ % અથવા દ્રાવ્ય ગંધક ૦.૨ % અથવા સેન્દ્રીય ખેતી માટે લીમડાનાં મીંજનું દ્રાવણ ૫ % મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરંત પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
• શેરડીમાં તડતડીયા અને સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીમાંથી બનાવેલ ૫% દ્રાવણ ૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.