રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ખેડબ્રહ્મા પ્રવાસ દરમિયાન પોશીના તાલુકાના જીઝનાટ ગામે પ્રગતિશીલ ખેડૂત મુગલીયા લાલજીભાઈ ચકલાભાઈના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂત દ્વારા અપનાવવામાં આવતી ખેતીની વિવિધ પધ્ધતિઓ, ઉગાડવામાં આવતા પાકો તેમજ આધુનિક કૃષિ પ્રયોગો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે ખેડૂતના અનુભવો, નવીન અભિગમ અને ખેતીમાં કરવામાં આવતા પ્રયોગો અંગે પણ સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની મહેનત, નવીન વિચારો અને પ્રગતિશીલ અભિગમ કૃષિ ક્ષેત્રના વિકાસમાં મહ¥વપૂર્ણ યોગદાન આપે છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતા આવા પ્રયોગો અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.







































