અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયક ભરતી-૨૦૨૬ અંતર્ગત ધોરણ ૧થી ૫ના ગુજરાતી માધ્યમના કુલ ૩૭૧ ઉમેદવારો માટે શાળા સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા અમરેલીની કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય ખાતે યોજાયેલા કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રકુમાર મૌર્યના હસ્તે પ્રતીકરૂપે વિદ્યાસહાયકોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. કુલ ૩૭૧ ઉમેદવારોમાંથી ૩૬૯ ઉમેદવારોએ શાળાની પસંદગી કરી નિમણૂક હુકમ મેળવ્યા હતા, જ્યારે એક ઉમેદવારે અસંમતિ દર્શાવી હતી અને એક ઉમેદવાર ગેરહાજર રહ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ તારપરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બીઆરસી, શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ એમ.જી. સોલંકીએ કરી હતી અને સંચાલન રાજેશકુમાર પાનસુરિયાએ કર્યું હતું. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાઈ છે.








































