એટલે ભારતીય બંધારણ સ્વીકૃતિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલી ખાતે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ દિવસને સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાત્રામાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, યાત્રાના સંયોજક ડેનીભાઈ પરમાર, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મુકેશભાઈ બગડા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ આગેવાનોએ બંધારણના ઘડવૈયા ડા. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.