પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગુરુવારે જાહેરાત કરી કે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી લગભગ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના રાષ્ટÙીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ મળ્યા છે. તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં, કેન્દ્ર સરકાર બંગાળને ૧ લાખ કરોડ રૂપિયાના માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ પૂરા પાડશે. તેના થોડા સમય પછી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે રાજ્ય માટે ૧ લાખ કરોડ રૂપિયાના માર્ગ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી.
પૂર્વ મેદિનીપુરના કોલાઘાટમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું. તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અનેક માર્ગ અને પુલ પ્રોજેક્ટ્સ પર વિચાર કરવા વિનંતી કરી. તેમણે આ પ્રોજેક્ટ્સ માટે જમીન પૂરી પાડવાની ખાતરી પણ આપી.
સુવેન્દુ અધિકારીએ કહ્યું, “પશ્ચિમ બંગાળને આજે કેન્દ્ર સરકાર તરફથી આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ મળ્યા છે. આગામી વર્ષોમાં, કેન્દ્ર સરકાર બંગાળને ૧ લાખ કરોડ રૂપિયાના રોડ વિકાસ પ્રોજેક્ટ્સ પૂરા પાડશે. અમારું ધ્યાન અકસ્માતો અટકાવવા પર છે.”આ દરમિયાન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બંગાળ માટે ?૧ લાખ કરોડના રોડ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી. આ પ્રોજેક્ટ્સ પહેલાથી જ ચાલી રહેલા ૩૫,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ઉપરાંત હશે.








































