જામનગર નજીક અલીયાબાડા ગામના વાડી વિસ્તારમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ મહિલાના ઘર સુધી પહોંચી શકી નહોતી. આવી સ્થિતિમાં ૧૦૮ની ટીમે સ્થળ પર જ મહિલાની પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ ૨.૭ કિલો વજનના સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.મળતી વિગતો અનુસાર, મહિલાની વાડી મુખ્ય રસ્તાથી અંદાજે ૫૦૦ મીટર અંદર આવેલી છે. વાડી સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી ૧૦૮ની એમ્બ્યુલન્સ ત્યાં સુધી જઈ શકી નહોતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૦૮ની ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.૧૦૮ની ટીમે સ્થળ પર જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ ૨.૭ કિલો વજનના પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને બાળકને વધુ સારવાર અને દેખરેખ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.