મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોપિંગ ફેસ્ટિવલ સિઝન-૩નું આયોજન કરવામાં આવશે. અગાઉ ચાર મહિના માટે રૂ. ૮૨.૫૦ લાખના ખર્ચે ફેસ્ટિવલ યોજવાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જાકે, સ્ટેÂન્ડંગ કમિટીની ચર્ચા બાદ ફેÂસ્ટવલનો સમયગાળો ઘટાડીને બે મહિના કરવામાં આવ્યો છે. સાથે જ ખર્ચમાં પણ રૂ. ૫૬.૧૦ લાખનો ઘટાડો કરીને હવે રૂ. ૨૬.૪૦ લાખ નક્કી કરવામાં આવ્યા છે.
ફેસ્ટિવલનાં આયોજન માટે પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સ કંપનીને કન્સલ્ટન્સીની કામગીરી સોંપવાની દરખાસ્ત સ્ટેÂન્ડંગ કમિટીએ સુધારા સાથે મંજૂર કરી છે. કંપની દ્વારા ફેÂસ્ટવલનાં આયોજન, ઈવેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ, બ્રાન્ડીંગ અને ડિજિટલ પ્રચાર માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત વેપારીઓ, કારીગરો, કલાકારો અને અન્ય હિતધારકો સાથે સંકલન કરીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદ કરાશે.
ખાસ કરીને ફેસ્ટિવલમાં કેટલા વેપારીઓ જાડાશે, કેટલા મુલાકાતીઓ આવશે, કેટલું વેચાણ થશે અને શહેરના વેપાર પર કેટલી આર્થિક અસર પડશે તેનો અંદાજ પણ કન્સલ્ટન્સી કંપની નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે અગાઉના શોપિંગ ફેસ્ટિવલમાં ગ્રાહકોને અપેક્ષા મુજબ ડિસ્કાઉન્ટ ન મળવાં અને જીએસટીના મુદ્દે સવાલો ઊઠ્યા હતા. વેપારીઓને થયેલા લાભ સામે પણ ચર્ચા થઈ હતી. ત્યારે આ વખતે સમયગાળો અને ખર્ચ ઘટાડ્યા બાદ ફેÂસ્ટવલ વેપારીઓ તથા ગ્રાહકો માટે કેટલો ફાયદાકારક બને છે તેના પર સૌની નજર રહેશે.