ગુજરાતભરમાં રેશનિંગ વ્યવસ્થા ખોરવાતાં હજારો રેશનકાર્ડ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર ઠપ થઈ જતાં રાજ્યની ૧૭ હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજ વિતરણ અટકી પડ્યું હતું. નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો લેવા દુકાનો પર પહોંચેલા લોકોને અનાજ લીધા વિના પરત ફરવું પડ્યું હતું.
શુક્રવાર, ૨૦ નવેમ્બરની વહેલી સવારથી રાજ્યના નાગરિક પુરવઠા વિભાગની ઓનલાઇન સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પીઓએસ મશીનોમાં સર્વર કનેક્શન ન મળતાં રેશન દુકાનદારો અનાજ વિતરણ કરી શક્યા નહોતા. રાજ્યભરની ૧૭ હજારથી વધુ દુકાનોમાં કામગીરી અટકી જતાં રેશનકાર્ડ ધારકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
નવેમ્બર મહિનાના બીજા પખવાડિયામાં જ આ સમસ્યા સર્જાતાં અનાજ લેવા આવેલા અનેક પરિવારો નિરાશ થઈને પરત ફર્યા હતા. દુકાનો પર લાંબા સમય સુધી રાહ જાવી પડી હોવા છતાં અનાજ ન મળતાં ગ્રાહકોમાં નારાજગી જાવા મળી હતી. ઓનલાઇન વ્યવહાર પૂર્ણ ન થતાં દુકાન સંચાલકો પણ લાચાર બન્યા હતા. કેટલીક જગ્યાએ રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે રકઝક તથા ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા.ગુજરાત પ્રવાસ ગાઈડ
રાજ્યમાં વર્ષ ૨૦૧૦થી બારકોડ આધારિત રેશનકાર્ડ સિસ્ટમ અમલમાં છે. જાકે, આ ઓનલાઇન વ્યવસ્થામાં વારંવાર સર્વર ડાઉ અને ટેકનિકલ ખામીઓ સર્જાતી હોવાની ફરિયાદો ઊઠતી રહી છે. આવી સમસ્યાઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના હક્કનું અનાજ મેળવવા વારંવાર દુકાનોના ધક્કા ખાવા પડે છે.
રાજ્યભરના રેશન દુકાનદારોના એસોસિયેશન દ્વારા નાગરિક પુરવઠા વિભાગને આ સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યો છે. ઓનલાઇન સિસ્ટમને અપડેટ કરવા, સર્વરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને અનાજ વિતરણ વ્યવસ્થા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી છે. હવે સર્વર ક્યારેક કાર્યરત થશે અને રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ ક્યારે નિયમિત મળશે તેના પર લોકોની નજર છે.









































