આજની સાંજ ખુશહાલ ક્ષણોમાં ખૂબ જ સુખદ રીતે ઓગળી રહી હતી આઈસ્ક્રીમ ની જેમ !
– ખૂબ જ સ્વાદિષ્ટ હતો સમય પણ !
સર કહી રહ્યા હતા ઃ‘ અનુ, તું સાથે હતી તો મજા આવી.તારી કંપની સરસ રહી.બાકી તો આઈસ્ક્રીમ ની ઈચ્છા હોવા છતાં પણ હું ન ખાત !મને આમ જો તો , એકલા એકલા ખાવા પીવામાં કંટાળો ખૂબ જ આવે .બટ હા, કદાચ સીમા સાથે હોય તો વાત જુદી છે.પણ સાચું કહું? આજે તેં સીમાની ખોટ પુરી દીધી.ખરેખર એન્જોય ફિલ થયું. !ખુ..બ મજા આવી.!’
અનુ અહોભાવ થી સાંભળી રહી હતી .હજી તો માંડ પાંચ સાત ચમચી જ ખાધી હતી બાકીનો આઈસ્ક્રીમ તો ઓગળી રહ્યો હતો સર તેને મીઠી ખીજ કરતા કહ્યું ,:‘ અરે ઝડપ કર ઝડપ , નહીતર આઈસ્ક્રીમ નું દૂધ કોલ્ડ્રીંક બની જશે….’
– કેટલી કેર રાખી રહ્યા છે સર ?
– પણ તેને ગમ્યું. કોઈ પુરુષ તેના અસ્તિત્વને આવિષ્કારી રહ્યો હતો પ્રથમ વખત જ !
– તેના દિલને પણ ટાઢક વળી. સરનું બિહેવ કેટલું હુંફાળું છે! એમના મિસિસ કેટલા લક્કી કહેવાય ??!અનાયાસ તેને મન, બાપુ અને સર વચ્ચે કમ્પેરીઝન થઈ ગઈ. બાપે તો કદી પણ માને પ્રેમથી બોલાવી પણ નથી જ્યારે સર તો વાત વાતમાં ‘ સીમા’ ‘ સીમા’ કરતા એમના મિસિસને કેટલું મિસ કરી રહ્યા હતા ?!!
-બીજો કપ થઈ જાય અનુ?-
સરે હસીને પૂછ્યું અને તે મોકળા મને હસી પડી .ટોપ ઉપર ક્રીમ કલરનો આઇસ્ક્રીમનો ડાઘ પડી ગયો હતો તે લૂછ્યો અને હોઠ પણ લૂછી કાઢ્યા .!
‘લે ને ..’સરે આગ્રહ કર્યો . તે ઇન્કાર કરી રહી પણ સરે તેમના બંને હાથમાં તેની હથેળી લીધી.અનુના દેહમાં આછું કંપન ફરી વળ્યું. પણ સરના સ્પર્શમાં પેલા સીટીબસ વાળા મર્દો વાળી ગંદકી ન હતી.નકરી શાલીનતા અને શીતળતા હતી! જે મર્દો ટ્રેનની ભીડ ની આડમાં પોતાને ઘસાઈ લેતા હતાં એવો વિકાર નહોતો! એણે હથેળી પાછી ન ખેંચી .આજે તેણે કોઈ ‘પુરુષ’ ના એ સ્પર્શમાં અને સ્નેહમાં સ્વેચ્છાએ પોતાની જાતને વહેવા દીધી. બે પળ પછી ડીશમાં બે કોન આવ્યા.
‘અહીંની સ્પેશિયલ આઈટમ ..’. સરે તેનો હાથ હાથમાં લઇ કોણ પકડાવતા કહ્યું લે મજા આવશે !!’
**
કાર ધીરે ધીરે જઈ રહી હતી તેને ગમતું હતું. કોઈ મનનો માણીગર મળે અને આ જ રીતે બસ લોંગ ડ્રાઈવમાં જવાનું હોય પણ કાશ !એવું ક્યાં નસીબમાં હતું ??!
‘અનુ ..’
‘હમ્મ્‌..’
“અનુ, તને જે પગાર મળે છે એટલામાં ઘરનો ખર્ચો..?’’સ્હેજ અટકીને સરે પૂછ્યુંઃ આર યુ સેટિસફાઇડ?
‘ચાલી જાય છે’
‘મારે તારી પર્સનલ મેટરમાં પૂછવું ન જોઈએ .બટ ,તારા ફેમિલી મેમ્બર્સ માં ?’
‘હું મોટી છું ફેમિલીમાં ..’ અનુ એ દિલની કિતાબ ખોલી,ઃ’ એક નાનો ભાઈ છે જે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં છે. નાની બહેન કોલેજના ચોથા સેમેસ્ટરમાં છે. માં તો સમજણી થઈ ત્યારથી જ અસ્થામાનો શિકાર બની ગઈ છે. પપ્પા કઈ કમાતા નથી પણ ….હવે બધું કોઠે પડી ગયું છે. મારું લક્ષ્ય નાના ભાઈ- બહેનનું કરિયર છે. એકવાર એ બંનેનું સરસ રીતે ગોઠવાઈ જાય ધેટ્‌સ ઇનફ્‌!’આટલું બોલતામાં તો જાણે એ હાંફી ગઈ.
‘ સ્ટ્રગલ અનુ , ડીપ સ્ટ્રગલ..’
‘ચાલ્યા કરે સર !’. અનુએ નીચે જોઈને કહ્યું આપ જેવા સર છો એટલે દિવસો કપાય છે !’
‘ઓહ્‌ નો… યુ આર ઇનોસન્ટ .બટ આઈ વિલ ટ્રાય…’એમણે કંઈક વિચાર કરીને કહ્યું,ઃ‘ બોર્ડની મિટિંગમાં તારો પગાર વધારવા પ્રયત્ન કરીશ ..’
‘થેન્ક્સ સર ’-
-અચાનક ગાડી એક મીઠાઈ વાળા ની દુકાને અટકી .
‘ એક મિનિટ અનુ ..” કહી સર ઉતર્યા. પાંચેક મિનિટ પછી પાછા આવ્યા ત્યારે મીઠાઈના બે એક જ સરખા બોક્સ લેતા આવ્યા એ પૈકીનું એક બોક્સ અનુના હાથમાં થમાવતા કહ્યું,:’ રાખ, અહીંની સ્પેશિયલ આઈટમ દેવડા છે !’
‘નહીં સર , તમે આટલું બધું-’.
” અરે ,હું કહું છું ને! રાખી લે, ઈટ્‌સ ફોર યુ પ્લીઝ -’
સરને ‘પ્લીઝ ’કહેવું પડે એ તો પ્રોટોકોલ નો ભંગ થયો કહેવાય એણે રાખી લીધા. ગાડી સ્ટાર્ટ થઈ, અને મંઝિલ તરફ દોડવા લાગી
‘અનુ..’ સરે પૂછ્યુંઃ‘બસમાં ફાવે આટલે દૂર જતા આવતા ?’
‘જી સર ,બસ તો મળે છે અને એ સિવાય બીજો વિકલ્પ પણ શું ??’ અનુ હવે ખૂલી રહી હતી..ઃ‘ અને સર ,ઓફિસની અમે ત્રણેય છોકરીઓ બસમાં જ આવીએ છીએ ’
‘ધક્કામુક્કી, વહેલા – મોડા ઘરે પહોંચવાનું, વળી ગીરદી .!!’.એ બધું ફાવે?’ સરે અધુરુ વાક્ય છોડ્‌યું અને તેની સામે ગાડી ડ્રાઈવ કરતાં કરતાં તાકી રહ્યા .
‘એ બધું તો સહન કરી લેવાય પણ બાકીનું બધું સહન નથી થતું ..’એવું કહેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી પણ તે મૌન રહી ઃ સર નાહ્‌કના દુઃખી થાય .!
**
કારના એસીમાં ખૂબ શાતા વળી રહી હતી. અચાનક
‘ યુ ’ ટર્ન આવ્યો અને સરે ગાડીને બ્રેક મારી. ફૂલની દુકાન હતી. ગાડી ઊભી રહી એટલે દુકાનવાળો તરત જ એક વેણી ગજરો લઈને આવ્યો.
‘ બે લાવજે ..’સરે. બારીના કાચ ખોલીને તેને કહ્યું. પેલો પાછો ગયો અને બે વેણી ગજરા લઈને આવ્યો
‘લે અનુ , એક તારા માટે !’ સરે હસીને એક
આભાર – નિહારીકા રવિયા વેણી ગજરો તેના હાથમાં થમાવતા કહ્યું ઃ‘નહાઈ ધોઈને વાળમાં લગાડજે. સરસ લાગશે ..’અને પછી કારના ડેશ પછી કારના ડેશબોર્ડ ઉપર વેણી ગજરાની પહેલી પ્લાસ્ટિકની કોથળી મુકતા કહ્યું ,ઃ ‘સીમા માટે તો રોજ લઈ જાઉં. સીમા રાત્રે નાહીને લગાડશે !’
**
ઘેર પહોંચીને હંમેશની જેમ પારકા પરસેવાને અને પરપુરુષોના ગંદા સ્પર્શને ધોઈ નાખવા માટે તે બાથરૂમમાં ગઈ. પણ હૈયાં એ ના પાડી .આજે ક્યાં કોઈ ડાઘ લાગ્યા છે ?! શરીર ઉપર આજ તો નકરી સુગંધોની મહેંદી જ લાગી છે ને ?!
– તેણે માંડી વાળ્યું :.નથી નહાવું આજે, ભલે..’ તે પોતાની બંને હથેળી સૂંઘતી જ રહી…. તેને થયું આવી જ કોઈ સુગંધ જિંદગીભર…….