જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી તપાસ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં લોકોને ટીબી રોગ અંગે જાણકારી આપી વહેલું નિદાન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપરવાઇઝર સંદીપભાઈ જોષી અને તેમની ટીમે સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ મફત નિદાન અને સારવારની સુવિધાઓ અંગે માહિતી આપી હતી. ઉપરાંત નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓના બેંક ખાતામાં દર મહિને રૂ. ૧,૦૦૦ જમા કરવામાં આવે છે તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી.










































